ગુજરાત

gujarat

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 5 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Apr 6, 2020, 4:41 PM IST

સુરતના રાંદેરમાં કોરોનાવાઈરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. શહેરમાં છેલ્લા કલાકમાં કોરોનાવાઈરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

coronavirus news
coronavirus news

સુરત: શહેરમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. એકબાદ એક કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા સ્ટેજ 2માં પ્રવેશ કર્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 5 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી લોકલ ક્લસ્ટર વધવાની શક્યતા રહેલી છે. સુરતમાં હમણાં સુધી નોંધાયેલ કુલ 16 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 2ના મોત થયાં છે અને 4ને ડિસ્ચાર્જ કરાયા છે.

જેને લઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે ડિસઇન્ફેક્શન, માસ્ક ક્વોરોન્ટાઇન તેમજ સેનેટરાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન આજ રોજ રાંદેરમાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે. જેમાં રાંદેરની 45 વર્ષીય મહિલાના બે બાળકો, પતિ સહિત કુલ પાંચ લોકોને ક્વોરોન્ટાઇન કરાયા છે.

પાલિકા કમિશ્નર બંછાનિધી પાણીએ જણાવ્યું છે કે, હાલ સેકેન્ડ સ્ટેજ શરૂ થઈ ગયો છે, જે ચિંતાજનક વધારો કેસોમાં થયો છે. લોક ટ્રાન્સમિશનના કારણે આ કેસો નોંધાઈ રહ્યા છે. સુરતના બે વિસ્તારોને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યાં આવા તમામ સ્થળોએ બેરીકેટિંગ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કોરોનાથી બચવા લોકોએ માસ્ક પહેરવું અને સેનેટરાઈઝ કરવું જરૂરી છે. માસ્ક ન પહેરનારા લોકો સામે હવે આગામી દિવસોમાં દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે હવે ગુજરાત અને મહારાષ્ટ્રની હિસ્ટ્રીને લઈ લોકલ ટ્રાન્સમિશનના કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details