- સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંબિકા નદીમાં બની દુર્ઘટના
- એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો નદીમા ડૂબ્યા
- બે મહિલાઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા
સુરત: જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ નજીક આવેલી અંબિકા નદીમાં એક દુર્ઘટના બાની હતી. સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 સભ્યો નદીમા ડૂબ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા હાલ બે મહિલાઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે 3ની શોધખોળ હજુ શરૂ છે.
જોરાવરપીરની દરગાહ પર દર્શન અર્થે ગયા હતા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા જાવીદશા સલીમશા ફકીર (ઉ.વ.36) પત્ની, માતા અને નાનાભાઈ સહિત પરિવારના સભ્યો મહુવાના કુમકોતર ગામની સીમમાં આવેલા જોરાવરપીરની દરગાહ પર દર્શન કરવા ગયા હતા. ત્યારે દુર્ઘટના બની હતી. જેમાં દર્શન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન પાંચેય લોકો ડૂબી ગયા હતા. આ ઘટના બાદ બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. હાલ સ્થાનિકોની મદદથી શોધખોળ હાથ ધરીવામાં આવી છે.