ગુજરાત

gujarat

ETV Bharat / city

Mucormycosis: બ્લેક, વ્હાઇટ, રેડ, યલો, ક્રીમ ફંગસના પ્રકાર સૌથી પહેલા ETV Bharat પર - Syncephalastrum

કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) એ પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે. આ તબક્કે ડોક્ટરએ જણાવ્યું હતું કે, સુરતમાં મ્યુકરમાઇકોસિસના અલગ અલગ 200 પ્રકાર (Mucormycosis variants) પૈકી 5 પ્રકાર જોવા મળ્યા છે.

મ્યુકરમાઇકોસિસના સામે આવ્યા 5 પ્રકારો
મ્યુકરમાઇકોસિસના સામે આવ્યા 5 પ્રકારો

By

Published : May 27, 2021, 5:09 PM IST

Updated : May 27, 2021, 7:15 PM IST

  • સુરતમાં મ્યુકરમાઇકોસિસના 200 પૈકી 5 પ્રકાર નોંધાયા
  • ફંગસમાં વધુ કલર શેડના પ્રકાર હોવાનું સામે આવ્યું
  • એસપરજીલોસીસનો કો-ઇન્ફેક્શન પણ જોવા મળ્યું

સુરત: જીવલેણ મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) કોરોનાની જેમ અનેક પ્રકાર ધરાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, મ્યુકરમાઇકોસિસના 200 પ્રકાર (variants) છે જેમાંથી સુરત કિરણ હોસ્પિટલમાં 5 પ્રકાર મળી આવ્યા છે. આ ઉપરાંત, આ પ્રકારની ફંગસમાં વધુ કલર શેડના પ્રકાર હોવાનું સામે આવ્યું છે.

મ્યુકરમાઇકોસિસના સામે આવ્યા 5 પ્રકારો

આ પણ વાંચો:ખુબ જ ગંભીર મ્યુકરમાઇકોસિસ: જાણો વર્લ્ડમાં ત્રીજી અને દેશની પ્રથમ સર્જરી આણંદમાં આવી સામે

મ્યુકરમાઇકોસિસ વાઈટ ફંગસ અને તેના 200થી વધુ પ્રકાર

સુરત શહેરમાં દેખાયેલા મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) ના 5 પ્રકારમાં રીઝોપસ (Rhizopus), રીઝોમ્યુકર (RhizomuCor), એબ્સીડીયા (Absidia), સિંસીફેલાસ્ટ્રમ (Syncephalastrum) અને સક્સીન્યા (Saksenaea) જોવા મળ્યા છે. સુરતમાં મ્યુકરમાઇકોસિસના 5 અલગ અલગ પ્રકાર દેખાતા ચિંતા વધી છે. આ તબક્કે, કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર અને માઇક્રો બાયોલોજીસ્ટ ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, દેશમાં અનેક જગ્યાએ લોકો ફંગસનો શિકાર થયા હોવાનું જાણવા મળ્યું છે. ખરેખર તો મ્યુકરમાઇકોસિસ વાઈટ ફંગસ અને તેના 200થી વધુ અલગ અલગ પ્રકાર છે.

મ્યુકરમાઇકોસિસના સામે આવ્યા 5 પ્રકારો

આ પણ વાંચો:સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ 101 પૈકી 43 દર્દીની આંખો પર ગંભીર અસર જોવા મળી

એસપરજીલોસીસનું કો-ઇન્ફેક્શન પણ જોવા મળ્યું

ડોક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, કલરના આધારે આ રોગ કેટલું ઘાતક છે તે નક્કી કરી શકાતું નથી. કિરણ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની ભરતી બાયોપ્સીની તપાસ બાદ દેખાયેલા 5 પ્રકાર પૈકી એપસીડીયા, સિંસીફેલાસ્ટ્રો, સક્સીન્યા ફંગસ શરીરમાં ફેલાવવાની ગતિ ખૂબ જ ઝડપી હોઈ શકે છે. ક્યો પ્રકાર ક્યા કારણોસર શરીરમાં જોવા મળે છે તેની તપાસ ચાલુ છે. કોરોનાની જેમ મ્યુકરમાઇકોસિસ પણ અલગ-અલગ કુલ 200 પ્રકાર છે. ત્યારે, આ રોગના 5 પ્રકાર સુરતમાં જોવા મળ્યા છે. ત્યારે એક મહિનામાં 150 દર્દી જોવા મળ્યા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસની સાથે એસપરજીલોસીસનો કો ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે. જે ચિંતાની બાબત છે. મ્યુકરમાઇકોસિસ એસપરજીલોસીસથી વધુ ઘાતક છે.

મ્યુકરમાઇકોસિસના સામે આવ્યા 5 પ્રકારો
Last Updated : May 27, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details