- દૂષિત પાણી પીવાથી બીમારી ફેલાય હોવાનું અનુમાન
- આરોગ્ય વિભાગે સર્વે કામગીરી શરૂ કરી
- તમામ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
બારડોલી:બારડોલીતાલુકાનાં અંચેલી (Sugar Factory in Bardoli's Ancheli) અને પથરાડીયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં ઝાડા-ઉલ્ટી વાવર (40 workers of Chalthan Sugar suffer from diarrhea and vomiting) ફેલાતા આરોગ્ય તંત્ર અને સુગર ફેક્ટરી સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. બીમાર મજૂરોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંચેલીના મજૂરો પથરોણ શેરડી કાપવા માટે ગયા હતા, જ્યાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
બે દિવસ પૂર્વે બાજુના પથરોણ ગામે શેરડી કાપવા ગયા હતા
ચલથાણ સુગર ફેક્ટરીના શેરડી કાપતા મજૂરોનો પડાવ બારડોલી તાલુકાના અંચેલી ખાતે આવેલો છે. આ પડાવમાં રહેતા મજૂરો બે દિવસ પૂર્વે નજીકના મહુવા તાલુકાના પથરોણ ગામે શેરડી કાપવા માટે ગયા હતા. જ્યાં બાળકો સહિત 40 જેટલા મજૂરોને ઝાડા-ઉલ્ટી થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તમામ મજૂરોને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દર્દીઓમાં 9 બાળકો પણ
આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સર્વે કામગીરી શરૂ કરી હતી. જેમાં દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલ્ટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન આરોગ્ય વિભાગે લગાવ્યું હતું. આ દર્દીઓમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.