ગુજરાત

gujarat

ETV Bharat / city

40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર - મ્યુકોરમાયકોસીસ

ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસની સર્જરી કરાવી ચૂકેલાં 40થી વધુ દર્દીઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં રૂ. 15 લાખની સારવાર નિઃશુલ્ક લઈ રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ પણ નવી સિવિલ હોસ્પિટલ આવા દર્દીઓને દાખલ કરી તેમને ઇન્જેક્શન કે દવાઓની અછત થવા દેતી નથી અને લાખો રૂપિયાના સારવારનો ખર્ચ મફતમાં સિવિલમાં થતો હોય છે..

40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર
40 દર્દીની સુરત સિવિલમાં 15 લાખની સારવાર નિઃશુલ્ક, પહેલાં ખાનગીમાં કરાવી હતી સારવાર

By

Published : May 29, 2021, 9:32 PM IST

  • સુરત નવી સિવિલમાં નિઃશુલ્ક સારવાર મેળવતાં 40 દર્દી
  • ખાનગી હોસ્પિટલમાં સર્જરી બાદની સારવાર નિઃશુલ્ક
  • સમયસર દવા અને ઇન્જેક્શન મળી રહ્યાં છે



સુરત : મ્યુકોરમાઇકોસીસ રોગથી પીડાઇ રહેલા દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી તો કરાવી લેતા હોય છે.પરંતુ સર્જરી બાદ ઇન્જેક્શન અને મેડિસિન સહિત સારવારનો ખર્ચ 15 લાખ સુધીનો થતો હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિસિન અને ઇન્જેક્શનની અછત તેમજ દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો તેમને સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપે છે..લાખો રૂપિયાની સર્જરી બાદ પણ દર્દીઓને ખાનગી હોસ્પિટલ સુવિધા ઉપલબ્ધ કરાવી શકતી નથી અને સારવારનો ખર્ચ પણ લાખો રૂપિયામાં હોય છે. જો કે આવા દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલ સારવાર આપી રહી છે.

સર્જરી બાદ ઇન્જેક્શન અને મેડિસિન સહિત સારવારનો ખર્ચ 15 લાખ સુધીનો થતો હોય છે
આ પણ વાંચોઃ Sankat Chaturthi 2021: આજે છે વિશેષ સંકટ ચોથ, જાણો મુહૂર્ત અને પૂજાવિધાનસુરતની નવી સિવિલ હોસ્પિટલના H3 વોર્ડમાં દાખલ રાણાભાઇ ગરણીયા ખેડૂત છે અને અમદાવાદથી સુરત આવ્યા છે. તેમને મ્યુકોરમાઇકોસીસ થતા તેઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક લાખથી વધુ ખર્ચે સર્જરીમાં થઈ ગયો અને ડોક્ટરોએ તેમના જીવ બચાવવા માટે એક આંખ પણ કાઢી લીધી. પરંતુ હવે સમસ્યા હતી કે સર્જરી બાદ ડોક્ટરના જણાવ્યા મુજબ 15 લાખનો ખર્ચ સારવાર માટે આવવાનો હતો .આ અંગે તેમના પુત્ર શ્યામે જણાવ્યું કે, એક મહિના પહેલા પિતાને કોરોના થયો હતો અને ત્યારબાદ મ્યુકોરમાઇકોસીસની સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવી હતી. જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો.પરંતુ ડોક્ટરે જણાવ્યું હતું કે હવે ૧૫ લાખથી વધુનો ખર્ચ થઈ શકે છે આ રોગમાં વપરાતા ઇન્જેક્શન ખૂબ જ મોંઘા છે. જેથી અમે નવી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને હાલ અહીં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને વગર કોઈ ખર્ચે તમામ સારવાર ચાલી રહી છે.ઉછીના પૈસા લઈ સર્જરી કરાવી છેરાણાભાઇની જેમ જ તાપી જિલ્લાના સોનગઢમાં રહેતા અને વન વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા જોત્રાભાઈ વસાવાને એક મહિના પહેલા કોરોના થયો હતો અને ત્યારબાદ અચાનક જ તેમના માથામાં દુખાવો શરૂ થતા તેઓએ સુરતની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડોક્ટરને બતાવ્યું હતું. ત્યારબાદ તેને ખબર પડી હતી કે તેમને મ્યુકોરમાઇકોસીસ છે. ડોક્ટરને તેમની આંખ કાઢવી પડી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન ન હોવાથી વિભાગના અધિકારી દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ જવા માટેની સલાહ આપવામાં આવી હતી. ઉછીના પૈસા લઈ સર્જરી કરાવી છે. અનેક પરિસ્થિતિઓમાં પરિવારના સભ્યો દર્દીઓ માટે આટલો ખર્ચ કરી શકે એમ નથી અને બીજી બાજુ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇન્જેક્શન અને દવા ઉપલબ્ધ ન થતા પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો તેમને નવી સિવિલ હોસ્પીટલ જવાની સલાહ આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ જોતત્રાભાઈ વસાવાએ જણાવ્યું હતું કે , વરાછાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સવા લાખના ખર્ચે સર્જરી કરી હતી પરંતુ ત્યાં સારવારની સુવિધા ન હોવાના કારણે ડોક્ટરે સિવિલ હોસ્પિટલ જવા માટે કહ્યું હતું. હાલ મને અહીં કોઈપણ પ્રકારની અસુવિધા નથી અને સમયસર ઇન્જેક્શન અને દવાઓ મળી રહી છે..40 થી 50 જેટલા દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલ નવી સિવિલ હોસ્પિટલમાં 130 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાંથી 40 થી 50 જેટલા દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરાવીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અમે આ દર્દીઓને પણ જ અમારા સિવિલના દર્દીઓની જેમ તમામ સારવાર અને સુવિધા આપીએ છીએ. આ રોગમાં 15 લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. જે સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જ અઘરો છે. એક ઈન્જેક્શનની કિંમત પાંચથી છ હજાર હોય છે અને દિવસમાં આવી રીતે છ ઇન્જેક્શન લગાડવામાં આવતા હોય છે. આ તમામ સુવિધાઓ નવી સિવિલ હોસ્પિટલમાં મફત મળતી હોય છે.. આર્થિક રીતે અસક્ષમ અને કેટલાક કિસ્સાઓમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં મળતા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. આ પણ વાંચોઃ માત્ર 10 સેકન્ડમાં પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details