- સુરત વેક્સીનેશન સેન્ટર પર થયો હતો હોબાળો
- પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી
- ઉમરા પોલીસે 4 લોકોની કરી ધરપકડ
સુરતઃ શહેર વેસુ વિસ્તારમાં આવેલી નવી પ્રાથમિક શાળામાં વેક્સીન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં વેક્સીન લેવા માટે લોકોની લાંબી કતારો હતી. આ દરમિયાન ત્યાં હોબાળો થયો હતો. જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ત્યાં આવી મામલો થાળે પડવાની કોશિશ કરી હતી. પરંતુ મામલો થાળે ન પડતા વેક્સીન લેવા આવેલા લોકો પર પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જો કે આ મામલે પોલીસે ઉમરા પોલીસમાં ગુનો નોંધી જીતેશ ઈશ્વર પટેલ, તેનો ભાઈ કેતન, માતા હંસાબેન અને પિતરાઇ ભાઈ ફેનિલ પટેલની સામે કાર્યવાહી કરી છે. જ્યારે હજુ આ કેસ સાથે સંકડાયેલા 4 લોકો ફરાર છે.
આ પણ વાંચોઃ સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન લેવા માટે લોકોની પડાપડી