- પ્રાઇવેટ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત શહેર અને જિલ્લામાં સર્જાઈ હતી
- સુરત શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોને 3,000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે
- ગ્રામ્ય વિસ્તાર માટે 1,000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે
સુરત:સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો અને બીજી બાજુ પ્રાઇવેટ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત શહેર અને જિલ્લામાં સર્જાઈ હતી. જેને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરત શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોને 3,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવશે.
આ પણ વાંચો:સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાંબી કતારો લાગી
રેમડેસીવીર ઇન્જેક્શન પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપવામાં આવશે
સુરત જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં 3,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઇન્જેક્શન પ્રાઇવેટ હોસ્પિટલોમાં આપવામાં આવશે. સુરત શહેરની ખાનગી હોસ્પિટલો પોતાના કર્મચારીને દર્દીના RT-PCR રિપોર્ટ, આધાર કાર્ડ લઈને સુરત સિવિલ હોસ્પિટલ મોકલવાના રહેશે અને ત્યાંથી તેઓ આ ઇન્જેક્શન મેળવી શકશે.
આ પણ વાંચો:EXCLUSIVE : PCB દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
કર્મચારીઓ સાથે તકરાર ન કરવા વિનંતી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલના OPDમાંથી ઇન્જેક્શન મળી રહેશે. હાલની સ્થિતિએ ઉપલબ્ધતા અને તેને લગતા ઈન્જેક્શન આપવામાં આવશે. સ્ટોક જ્યાં સુધી છે ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા રહેશે. દર્દીના પરિજનોને ઇન્જેક્શન મેળવવા જવાનું રહેતું નથી. આ બાબતે સિક્યુરીટી સ્ટાફ અને કર્મચારીઓ સાથે તકરાર ન કરવા વિનંતી છે. સુરત શહેર માટેની હોસ્પિટલો માટે જ ઉપર મુજબની વ્યવસ્થા કલેક્ટર કચેરીના કર્મચારીઓની દેખરેખમાં થશે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલોને માટેની બારડોલી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી છે.