ગુજરાત

gujarat

ETV Bharat / city

રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે - હીરા ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન

સુરતને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે અને કોરોના બાદ આ વર્ષ હીરા ઉઘોગ માટે ફળ્યું છે. પરંતુ હાલ માઇનસ ક્રાઇસીસના કારણે રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા પાંચેક મહિનાથી રફ ડાયમંડમાં સતત થઈ રહેલા ભાવ વધારાનાં કારણે આ વખતે હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લાંબુ રહેશે.

રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે
રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે

By

Published : Oct 27, 2021, 5:19 PM IST

  • રફ ડાયમંડમાં સતત ભાવ વધારાનાં કારણે હીરા ઉદ્યોગમાં ચિંતા
  • માઇનસ ક્રાઇસીસના કારણે રફ ડાયમંડનાં ભાવમાં 30 ટકાનો વધારો
  • હીરા ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું

સુરત : ડાયમંડ નગરીમાં કોરોના કાળમાં હીરાની ફેક્ટરીઓ બંધ હતી. લોકડાઉન પછી શરૂ થઈ ત્યારે ઈન્ટરનેશલ માર્કેટમાં હીરાની માંગમાં વધારો થયો હતો. પહેલી લહેર બાદ શહેરમાંથી હીરાના એક્સપોર્ટમાં ખુબ જ મોટો વધારો થયો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી રફ ડાયમંડમાં વધી રહેલા ભાવના કારણે હીરાઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે. રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ રફ ડાયમંડની ખરીદી કરવાના મૂડમાં નથી. જેની સીધી અસર દિવાળી વેકેશનમાં જોવા મળશે.

રફ ડાયમંડના ભાવમાં 30 ટકાનો વધારો નોંધાતા હીરા ઉદ્યોગમાં દિવાળી વેકેશન લંબાશે

ભાવમાં વધારો થતા વેકેશન 21 દિવસનું

દિવાળીનાં તહેવારમાં આ વર્ષે હીરાની પેઢીઓમાં 21 દિવસનું વેકેશન રહી શકે છે. મોટા ભાગની હીરા પેઢીઓ દ્વારા 1લી નવેમ્બર થી 21 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. તેમજ કટ એન્ડ પોલિશ્ડ હીરાની ઈન્ટરનેશનલ માર્કેટમાં વધુ ડિમાન્ડ હોવાથી નાના વેકેશનની વાતો ચાલી હતી. પરંતુ રફના ભાવમાં વધારો થતા હવે વેકેશન 21 દિવસનું રાખ્યું છે.

આ પણ વાંચો : દમણની ફેક્ટરીમાં ગતરાત્રે લાગી ભીષણ આગ: કાબૂમાં લેવા વાપી, સેલવાસથી ફાયર ટીમ બોલાવવી પડી

આ પણ વાંચો : દિવાળીમાં બહારગામ ફરીને આવનારા સુરતના લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવો પડશે :Surat Corporation

ABOUT THE AUTHOR

...view details