ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સને ત્યાંથી સોનાની 2 ચેઈન તફડાવનારી 3 મહિલાઓ ઝડપાઈ - સુરત ક્રાઈમ સમાચાર

સુરતના સરથાણામાં આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવી 1 લાખની કિંમતની બે સોનાની ચેઈન ચોરીને ફરાર થઇ ગઈ હતી. આ ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી અને ત્યારબાદ 12 જુનના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને બનાવમાં શામેલ ત્રણેય મહિલાઓને ઝડપી પાડી છે.

ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સને ત્યાંથી સોનાની 2 ચેઈન તફડાવનારી 3 મહિલાઓ ઝડપાઈ
ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સને ત્યાંથી સોનાની 2 ચેઈન તફડાવનારી 3 મહિલાઓ ઝડપાઈ

By

Published : Jun 14, 2021, 5:25 PM IST

  • મહિલાઓએ સ્ટાફની નજર ચૂકવીને 1 લાખની બે સોનાની ચેઈન ચોરી કરી હતી
  • જવેલર્સના માલિકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
  • ફરિયાદ તેમજ CCTV ફૂટેજના આધારે પોલીસે ત્રણેય મહિલાઓને ઝડપી પાડી

સુરત: સરથાણા સ્થિત શ્યામધામ ચોક ખાતે આવેલા જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ અજાણી મહિલાઓ સ્ટાફની નજર ચૂકવીને 1 લાખની કિંમતની બે સોનાની ચેઈન ચોરીને ફરાર થઇ ગઈ હતી. આ બનાવ અંગે જવેલર્સના માલિકને જાણ થતા તેમણે સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી અને તાજેતરમાં જ ગુનામાં સંકળાયેલી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી હતી.

આ પણ વાંચો:પોરબંદરના બળેજ ગામે સવા બે કરોડની ખનિજ ચોરી ઝડપાઇ

શું હતી સમગ્ર ઘટના

સુરતના સરથાણા સ્થિત આવેલી નિર્મળનગરમાં રહેતા 37 વર્ષીય સંજયભાઇ હરજીભાઇ ત્રાડા સરથાણા સ્થિત શ્યામધામ ચોક પાસે માણકી જવેલર્સ ધરાવે છે. ગત 28 મેના રોજ તેઓની દુકાને ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. અને ત્યાં કામ કરતા સ્ટાફને સોનાની ચેઈન બતાવવા કહ્યું હતું. બાદમાં દાગીના ગમતા નથી તેમ જણાવી ત્યાંથી ફરાર થઇ ગઈ હતી. ગત 29 મેના રોજ જવેલર્સના માલિકે દાગીના તપાસતા તેમાંથી બે સોનાની ચેઈન ગાયબ હતી. આ મામલે સ્ટાફની પૂછપરછ કરી હતી, પરંતુ સ્ટાફે કોઈ ચેઈન લીધી ન હોવાનું જણાવ્યું હતું. જેથી દુકાન માલિકે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ગત 28 મેના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ 1 લાખની કિંમતની સોનાની બે ચેઈન ચોરી કરતા નજરે ચડી હતી. આ ઘટના બાદ જવેલર્સ માલિકે તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં અરજી આપી હતી અને ત્યારબાદ 12 જૂનના રોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:ચીખલીગર ગેંગના સાગરિતો ઝડપાયા, જીમ ટ્રેનરો રાત્રે ઘરફોડ ચોરી કરતાં

ત્રણેય મહિલાઓ મહારાષ્ટ્રની વતની

આ બનાવમાં તપાસ કરી રહેલી પોલીસે ચોરી કરનારી ત્રણેય મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસની તપાસમાં ત્રણેય મહિલાઓ મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાની વતની હોવાનું અને ચોરી કરવા માટે સુરત આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં મહિલાઓએ પોતાનું નામ જયશ્રી શેળકે, વૈશાલી પરમાર અને ઉર્મિલા ગૌડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય મહિલાઓ આ સિવાય અન્ય ક્યા ગુનાઓમાં સંડોવાયેલા છે, તે અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details