સુરતના સુડા વિસ્તારમાં આવેલા રઘુવીર ટેક્સટાઈલની ભીષણ આગ 12 કલાક બાદ 80 ટકા કાબુ મેળવવામાં આવ્યો હતો. સુરત શહેર સહિત જિલ્લાના ફાયર ફાઇટરો લાગેલી આગને ઓલવવા માટે કાર્યરત થયા હતા.
રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી આગને ઓલવવા 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ - રઘુવીર માર્કેટ આગ
સુરત: સરોલી રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી ભીષણ આગ પર 12 કલાક બાદ ફાયરની ટીમે 80 ટકા કાબુ મેળવવામાં સફળતા મેળવી છે. રઘુવીર ટેક્સટાઈલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 12 કલાક દરમિયાન આશરે 3 કરોડ લિટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.
રઘુવીર માર્કેટ આગ : 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ
આ ઘટનાને પગલે વડોદરાથી ખાસ એનડીઆરએફની ટીમ પણ દોડી આવી હતી. આગ આટલી હદે વિકરાળ હતી કે, હજીરાના ઉદ્યોગ એકમોના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે આવી ગયા હતા. આશરે 115 જેટલા ફાયર વિભાગના વાહનો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.
આગ ઓલવવા માટે 12 કલાકમાં 3 કરોડ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું ફાયર સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે વપરાયેલા પાણીનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેનો ખર્ચ ફાયર વિભાગ માર્કેટના માલિક પાસેથી વસૂલ કરશે.