ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ - ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરપીની ધરપકડ

પાંડેસરા વિસ્તારની ગેંગવોરમાં ફાયરિંગ કરી ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એક દેશી હાથ બનાવટનો તમંચો, 2 ચાકુ, ઓટો રીક્ષા તથા મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ

By

Published : Jan 26, 2020, 11:24 PM IST

સુરત: લાંબા સમયથી 2 ગેંગ વચ્ચે ચાલી આવતી દુશ્મનાવટમાં પાંડેસરા વિસ્તારમાં 2 દિવસ અગાઉ સચિન મિશ્રા નામના યુવકની ગોળી મારી ત્રણ જેટલા ઈસમોએ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મૃતક સચિન મિશ્રા ગુડ્ડુ ગેન્ગનો ગેંગસ્ટર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઉપરાંત સચિન મિશ્રા ઘરફોડ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. સચિન મિશ્રા લાજપોર જેલમાં બંધ હતા અને 2 દિવસ અગાઉ જામીન પર બહાર આવ્યો હતો. જ્યાં અન્ય ગેંગના 3 જેટલા સાગરીતોએ ઓટો રીક્ષામાં આવી તેના ફાયરિંગ કર્યું હતું. જેમાં સચિન મિશ્રાનું મોત થયું હતું.

ગેંગસ્ટરના સાગરીતની હત્યા કરનારા 3 આરોપીની ધરપકડ

ફાયરિંગ અને હત્યાની આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમે આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચે ફાયરિંગ તેમજ હત્યાની આ ઘટનામાં 3 આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ના મુરારી મિશ્રા, સ્વપ્નિલ ઉર્ફે નંદુ ભગવાન રાને, મહેન્દ્ર ઉર્ફે ધર્મેન્દ્ર કોઠારીની ધરપકડ કરી લીધી છે.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું કે, આરોપી દેવેન્દ્રએ દેશી હાથ બનાવટનો તમંચો પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીદ્યો હતો. આરોપી દેવેન્દ્ર લાજપોર જેલમાં અન્ય ગુનામાં બંધ હતો, તે દરમિયાન સચિન મિશ્રા પણ લૂંટના ગુનામાં લાજપોર જેલમાં જ હતો અને ત્યાં સચિન મિશ્રાએ પોતાના સાગરીત સાથે મળી દેવેન્દ્રને માર માર્યો હતો. જેથી દેવેન્દ્ર લાજપોર જેલમાંથી સચિન મિશ્રની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો.

ઘટનામાં આરોપી દેવેન્દ્રએ હત્યા કરવા માટે હથિયાર પોતાના મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી ખરીદ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રશાંત પાટીલની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details