ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મ્યુકોરમાઇકોસીસના કારણે 29 મૃત્યુઆંક - સુરત મ્યુકોરમાઇકોસીસ ન્યૂઝ

શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસીસથી 29 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધુ નોંધાયા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ વધુ એક દર્દીનું આ રોગની સારવાર દરમિયાન મોત થયું હતું. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વધુ 15 દર્દીનો જીવ બચાવવા માટે છેલ્લા 24 કલાક દરમિયાન સર્જરી કરવામાં આવી હતી.

મ્યુકોરમાઇકોસીસ
મ્યુકોરમાઇકોસીસ

By

Published : Jun 1, 2021, 12:33 PM IST

  • મ્યુકોરમાઇકોસીસથી 29 લોકોએ જીવ ગુમાવ્યો
  • વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત
  • 15 દર્દીનો જીવ બચાવવા માટે છેલ્લા 24 કલાક દરમિયાન સર્જરી કરવામાં આવી હતી

સુરત: સિવિલ હોસ્પિટલમાં ચાર, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલમાં એક-એક મળી મ્યુકોરમાઇકોસીસના નવા છ દર્દી દાખલ થયા હતા. જેની સાથે સિવિલમાં 132, સ્મીમેર હોસ્પિટલમાં 52 અને ખાનગી હોસ્પિટલમાં 64 મળી કુલ 248 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં સિવિલમાં 196, સ્મીમેરમાં 132 મળી કુલ 544 દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે. જ્યારે સોમવારે મ્યુકોરમાઇકોસીસની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે.

મ્યુકોરમાઇકોસીસથી 29 લોકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો:સુરતમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીને આયુર્વેદ અને હોમિયોપેથીની દવાથી સ્વસ્થ કરાયા હોવાનો દાવો

કુલ 218 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા

સિવિલ હોસ્પિટલમાં 18 અને સ્મીમેર હોસ્પિટલમાં 11 મળી કુલ 29 દર્દીના મોત થયા છે. સિવિલમાં 13 અને સ્મીમેરમાં બે દર્દીના ઓપરેશન કરાયા હતા. સિવિલમાં એક દર્દીનું દાંતનું ઓપરેશન કરાયું હતું, જેની સાથે સિવિલમાં કુલ 183 અને સ્મીમેરમાં 35 મળી કુલ 218 દર્દીઓનો ઓપરેશન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતની સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલથી સર્જરી કરાવીને આવી રહેલા દર્દીઓની સંખ્યા 30થી 40 ટકા છે. ઇન્જેક્શનની અછત અને લાખો રૂપિયાની સારવાર માટે જે દર્દીઓ સક્ષમ નથી તેઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:સુરતમાં બ્લેક ફંગસનો કહેર, ખાનગી હોસ્પિટલના તબીબે 80 દર્દીઓના સાયનસમાંથી ફંગસ કાઢીને નવજીવન આપ્યું

ABOUT THE AUTHOR

...view details