ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા - ગુજરાતમાં કોરોના વાયરસ

સામાન્ય પ્રજાને જાહેર સ્થળો અને દુકાનોમાં ડબલ ડોઝ (corona vaccine dose) વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. લગ્નમાં પણ 400 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે સુરત (surat)માં ભાજપ (bjp)ના દીપાવલી સ્નેહમિલન કાર્યક્રમ (deepavali Sneh milan program)માં 25 હજાર લોકો સામેલ થયા છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ (social distancing)ના ધજાગરા ઉડ્યા હતા.

કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા
કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા

By

Published : Nov 24, 2021, 7:23 PM IST

Updated : Nov 24, 2021, 10:56 PM IST

  • ગુજરાતનું સૌથી મોટું દીપાવલી સ્નેહ મિલન સુરતમાં
  • મોટાભાગના લોકો માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
  • સોસાયટી અને અન્ય જગ્યાઓથી બસો ભરીને લોકોને લાવવામાં આવ્યા

સુરત: ભાજપ (bjp) દ્વારા આજે ગુજરાતનું સૌથી મોટું દીપાવલી સ્નેહમિલન (gujarat's biggest diwali get-together) સુરતમાં યોજાયું, જેમાં 25 હજાર કાર્યકરો (bjp workers)ને એકત્ર થયા છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા (surat municipal corporation) દ્વારા કોરોના કેસમાં વધારો ન થાય તે માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન (public transportation) અને દુકાનો મોલ જેવી જગ્યાઓ ઉપર ડબલ ડોઝવાળા વ્યક્તિઓને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે, ત્યારે આટલા મોટા આયોજનમાં મોટાભાગના લોકો વગર માસ્કે (without mask) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (social distancing)ના ધજાગરા ઉડાડતા નજરે પડ્યા હતા.

કોરોના વચ્ચે તંત્રની બેવડી નીતિ, સુરત ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં 25 હજાર લોકો ઉમટ્યા

આ માત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિ પ્રદર્શન: યોગેશ જાદવાણી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, આ માત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિ પ્રદર્શન છે. ભીડ એકત્ર કરવા માટે મહારાષ્ટ્રથી પણ લોકોને બોલાવવામાં આવ્યા હતા. પાટીલ ભાઉ જાણે પોતે સુપરમેન છે આ રીતે વ્યવહાર કરે છે. તંત્ર પણ જાણે તેમની સામે લાચાર છે. સામાન્ય માનવી માટે ગાઈડલાઈન છે પરંતુ પાટીલ ભાઉ માટે કોઈ ગાઇડલાઇન હોતી નથી.

અગાઉ સી.આર.પાટીલે રેલી યોજી કોરોના ફેઝ 2 ને આમંત્રણ આપ્યું

સુરત કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હજારોની સંખ્યામાં રેલી થાય તેવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી તેમ છતાં ભારતીય જનતા પાર્ટી દર વખતે ગાઈડલાઈન નો ભંગ કરે છે. અગાઉ સી.આર.પાટીલે રેલી યોજી કોરોના ફેઝ 2 ને આમંત્રણ આપ્યું હતું તે જ રીતે આ વખતે પણ રેલી યોજી કોરોના ફેઝ 3 ને આમંત્રણ આપી રહ્યા છે.

દુઃખની વાત એ છે કે, પ્રજામાંથી કોઈ અવાજ ઉઠાવતું નથી: રાજકીય તજજ્ઞ હરેશ ઝાલા

રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, અગાઉ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ પણ નેતાઓ દ્વારા ભેગા કરતી ભીડ ઉપર ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે, પ્રજામાંથી કોઈ અવાજ ઉઠાવતું નથી. કાયદો નેતાઓને પણ લાગુ પડે છે, તેઓ તેમાંથી બાકાત નથી. દંડ ભરીને ચૂપ રહેતી પ્રજા જો અવાજ ઉઠાવે તો જ આ પ્રકારની પ્રવૃત્તિઓ અટકે.

25 હજાર જેટલા લોકો ભેગા થયા

હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ફરી કેસ ન વધે તે માટે સુરત મહાનગરપાલિકા તંત્ર ડબલ ડોઝ વેક્સિનેશન (vaccination) પર ભાર મૂકી રહી છે. જેના કારણે જાહેરસ્થળો ઉપર જેવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, મોલ કે દુકાનોમાં ડબલ ડોઝવાળાને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. પરંતુ આજે વનિતા વિશ્રામ ખાતે ભાજપનું સૌથી મોટું સ્નેહમિલન યોજવામાં આવ્યો, જેમાં 25 હજાર જેટલા લોકો ભેગા થયા.

નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ?

લોકોને ભેગા કરવા માટે સોસાયટી અને અન્ય જગ્યાઓથી બસો ભરીને લોકોને લાવવામાં આવી રહ્યા છે. જ્યારે સામાન્ય પ્રજાને જાહેર સ્થળો અને દુકાનોમાં ડબલ ડોઝ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. લગ્નમાં પણ 400 લોકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે ભાજપના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવી રહ્યા છે ત્યારે શું પાલિકા આ તમામ લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરશે? કે પછી ડબલ ડોઝના નિયમો માત્ર અને માત્ર સામાન્ય પ્રજા માટે છે, નહીં કે ભાજપના નેતાઓ માટે?

આ પણ વાંચો: વાપી: વોર્ડ નંબર 6 એટલે કોંગ્રેસનો ગઢ, કોંગ્રેસ-ભાજપ-આપ અને અપક્ષ વચ્ચે ચતુષ્કોણીય જંગ

આ પણ વાંચો: Weddings trends 2021: અમદાવાદમાં વેડિંગ શોપિંગમાં કેવો છે ટ્રેન્ડ ?

Last Updated : Nov 24, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details