ગુજરાત

gujarat

ETV Bharat / city

Palsana Police Raid: વિદેશી દારૂની મહેફિલ માણતાં 25 ઝડપાયા, બેંગકોકથી આવેલી બે મહિલા પણ હતી સામેલ - વિદેશી દારુ

સુરત જિલ્લાના બલેશ્વર ગામે આવેલ અવધ સંગ્રીલામાં રાત્રી દરમ્યાન ચાલતી મહેફિલમાં પલસાણા પોલીસે ભંગ પાડ્યો હતો. (Palsana Police Raid) પોલીસે એક મકાનમાં મહેફિલ માણતી 6 મહિલા સહિત 25 જણાંને રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં.

Palsana Police Raid: વિદેશી દારૂની મહેફિલ માણતાં 25 ઝડપાયા, બેંગકોકથી આવેલી બે મહિલા પણ હતી સામેલ
Palsana Police Raid: વિદેશી દારૂની મહેફિલ માણતાં 25 ઝડપાયા, બેંગકોકથી આવેલી બે મહિલા પણ હતી સામેલ

By

Published : Oct 6, 2021, 8:43 PM IST

  • પલસાણા પોલીસે નશાની મહેફિલ પર દરોડો પાડ્યો
  • 6 મહિલા પણ હતી મહેફિલમાં
  • બાતમીના આધારે માર્યો છાપો
  • મોબાઈલ અને વાહનો સહિત લાખોનો મુદ્દામાલ કબજે

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલા અવધ સંગ્રીલામાં દારૂની મહેફિલ માણતી 6 મહિલા સહિત 25 નબીરાઓને પોલીસે (Palsana Police Raid) ઝડપી પાડ્યાં હતાં. પકડાયેલી 6 મહિલાઓમાંથી 2 મહિલા બેંગકોકની હોવાનું જાણવા મળ્યું છે.

27.30 લાખનો મુદ્દામાલ કબજે
પલસાણા પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બલેશ્વર ખાતે આવેલ અવધ સંગ્રીલાના બંગલોઝ 47માં છાપો (Palsana Police Raid) માર્યો હતો. જ્યાં મહિલાઓ અને પુરૂષો દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસને તમામને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂ. 1 લાખ 69 હજાર 500, વિદેશી દારૂની 142 બોટલ કિંમત રૂ 30 હજાર 550 અને વાહનો મળી કુલ 27 લાખ 30 હજાર 050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઘરમાલિક હરેશ મોરડીયાને વોન્ટેડ જાહેર કર્યો છે.

અવધ સંગ્રીલામાં રાત્રી દરમ્યાન ચાલતી મહેફિલ પર પોલીસે છાપો માર્યો

બેંગકોકથી મહિલાઓ બિઝનેસ વિઝા પર આવી હતી
કૌશિક ગોવિંદ માયાણીએ સમગ્ર પાર્ટીનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે મહિલાઓ અલિયા અને ફફામાત બેંગકોકથી બિઝનેસ વિઝા પર આવી હતી. સમગ્ર મામલાની તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પલસાણા પોલીસે એક સાથે નવ ચોરીનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચોઃ સુરતમાં રાજ્યના સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ, સાંકી ગામના એક ફ્લેટમાંથી 1.14 કરોડનો ગાંજો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details