ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક 25 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ

સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ છે. ઉપરાંત, પૂરતી માત્રામાં લિક્વિડ ઓક્સિજન ટેન્ક દ્વારા ફ્લોલેસ ઓક્સિજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી અને સુવિધાજનક સારવાર શક્ય બની છે.

સ્મીમેર હોસ્પિટલ
સ્મીમેર હોસ્પિટલ

By

Published : Apr 23, 2021, 9:20 PM IST

  • સ્મીમેરમાં હાલ 921 ઓક્સિજન સાથેના બેડ ઉપલબ્ધ
  • હોસ્પિટલમાં 20 હજાર લિટરની નવી ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી
  • 23 એપ્રિલના રોજ કુલ 50,000 લિટરની ક્ષમતા વૃદ્ધિ કરી

સુરતઃ કોરોના સંક્રમણના બીજા ફેઝમાં વધી રહેલા કેસ સામે લડવા મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નિયમિત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે 20,000 લિટરની નવી અત્યાધુનિક ઓક્સિજન ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે.

20 હજાર લિટરની નવી ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી

સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના હેડ અને પ્રોફેસર ડો.દિવ્યાંગ શાહ જણાવે છે કે, સ્મીમેરમાં હાલ 921 ઓક્સિજન સાથેના બેડ છે, જેમાં 540 મલ્ટીલેવલ પાર્કિંગ અને 381 જુના બિલ્ડીંગમાં ઉપલબ્ધ છે. કોરોનાની ગયા વર્ષની લહેરમાં સ્મીમેરમાં 10,000 અને 20,000 લિટરની ક્ષમતાવાળી બે ઓક્સિજન ટેન્ક કાર્યરત હતી. જેમાં વધારો કરીને 20 હજાર લિટરની નવી ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:કૃભકો કંપની સુરત અને યુપીમાં સ્થાપશે ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ

બે ટેન્કર દ્વારા ટેન્કને રિફીલિંગ કામગીરી 24 કલાક શરૂ રહે છે

કોરોનાની પહેલી લહેરમાં રોજનો 13થી 14 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો, જ્યારે બીજી લહેરમાં રોજનો 25 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે. ઓક્સિજન ટેન્ક થકી દર્દીઓને વધુ પ્રમાણ ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહે તે માટે બે ટેન્કર દ્વારા ટેન્કને રિફીલિંગ કામગીરી 24 કલાક શરૂ રહે છે. એક ટેન્કર ખાલી થાય એ પહેલાં બીજા ટેન્કર આવી પહોંચે છે.

50,000 લિટરની ક્ષમતાવૃદ્ધિ કરાઈ

પ્રથમ ફેઝના પ્રારંભે સ્મીમેર તંત્રએ 340 દર્દીઓ માટે ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરી હતી. પરંતુ દિનપ્રતિદિન કેસો વધતા વર્ષ 2014માં ઇન્સ્ટોલ કરવામાં આવેલી 10 હજાર લિટરની ઓક્સિજન ટેન્કનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ વિસ્તાર કરીને 23 એપ્રિલના રોજ કુલ 50,000 લિટરની ક્ષમતા વૃદ્ધિ કરી છે.

આ પણ વાંચો:સુરતમાં ઓક્સિજન ટેન્કોની વ્યવસ્થા અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

સ્મીમેર પાસે 500 જેટલા બી-ટાઈપના ઓક્સિજન સિલીન્ડર ઉપલબ્ધ

સ્મીમેરમાં લિક્વિડ ઓક્સિજનની સાથે 1300 લિટરની ઓક્સિજનની ક્ષમતાના 500 જેટલા બી-ટાઈપના સિલીન્ડરો ઉપલબ્ધ છે, જેનો વપરાશ દર્દીઓને એમ્બ્યુલન્સમાં, એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવા, ટ્રાન્સપોર્ટ, લિફ્ટમાં અવરજવર દરમિયાન કરવામાં આવે છે. રોજના 70થી 80 બી-ટાઈપ સિલીન્ડરનો વપરાશ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details