- જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને કોરોનાકાળમાં પણ સારો લાભ
- પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ
- અમેરિકા, હોંગકોંગ અને ચીન સહિતના દેશોમાં સારી માંગ
સુરત: કોવિડ-19 ની પરિસ્થિતિ હોવા છતાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems & Jewellery Industry) ઉદ્યોગને ઘણો લાભ થયો છે. ખાસ કરીને સેકન્ડ ફેઝ બાદ અમેરિકા (America), હોંગકોંગ (Hong Kong) અને ચીન (China) સહિત અન્ય આંતરરાષ્ટ્રીય દેશોમાં સારી માંગના કારણે એક્સપોર્ટમાં વધારો થયો છે. ખાસ કરીને એપ્રિલથી સપ્ટેમ્બર-2021 દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ (Polished Lebgron Diamond)ની નિકાસમાં 209 ટકાની વૃદ્ધિ થઈ છે.
રફ ડાયમંડના ભાવમાં વૃદ્ધિ
બીજી બાજુ રફ ડાયમંડના ભાવમાં વૃદ્ધિ (Rise in The Price of Rough Diamonds)થતા ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે. જો પોલિશ્ડ ડાયમંડના ભાવમાં વધારો ન થાય તો આવનાર દિવસોમાં ઉદ્યોગમાં મંદીના એંધાણ પણ ઉદ્યોગકારો જોઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની કુલ નિકાસમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2019-20ની તુલનાએ વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 19,942 કરોડ જ્યારે હીરા જડીત જ્વેલરીની નિકાસ 6,664 કરોડ થઈ છે.
જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ 1,40,412.94 કરોડની નિકાસ
નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સુરતમાંથી 12,000 કરોડથી વધુના કટ અને અને પોલિશ્ડ હીરાની નિકાસ નોંધાઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બર-2019માં થયેલી જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ 1,26,461.93 કરોડની નિકાસની તુલનાએ 2021ના સમાન ગાળામાં કુલ 1,40,412.94 કરોડની નિકાસ થઈ છે. જે પૈકી કટ અને પોલિશ્ડ ડાયમંડની કુલ નિકાસ 91,489.2 કરોડ રહેવા પામી છે. જે 2019ની તુલનાએ 26.98 ટકા એટલે કે 19,442 કરોડ વધુ છે.
સિલ્વર જ્વેલરીની અંદર 153 ટકાનો ગ્રોથ નોંધાયો