ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં આર્થિક મુશ્કેલીને કારણે 2 યુવકે કરી આત્મહત્યા - સુરત પોલીસ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં અલગ અલગ નગરોમા આર્થિક મંદીના કારણે 2 વ્યકિતએ આત્મહત્યા કરી લીધો છે. લિંબાયત ખાતે આવેલ ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ભીકન ગુલામ પિજારી, લિંબાયત સંતોષ નગરમાં રહેતો 47 વર્ષીય શ્રીનિવાસ લક્ષ્મીનારાયણ દાસારી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે

આત્મહત્યા
આત્મહત્યા

By

Published : Jan 10, 2021, 3:50 PM IST

  • સુરતમાં આત્મહત્યાનો બન્યો બનાવ
  • એક દિવસમાં 2 આત્મહત્યાના બન્યા બનાવ
  • માતા-પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતા યુવકે કરી આત્મહત્યા

સુરતઃ લિંબાયત ખાતે આવેલી ઈચ્છાબા સોસાયટીમાં રહેતો 30 વર્ષીય ભીખન ગુલામ પિજારી શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હતો. ગત 6 માસથી ભીખન કામ ધંધો કરતો ન હતો. જેથી નાણાકીય મુશ્કેલીઓ ઊભી થતી હતી. ભીખનના માતા પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતા ગત શુક્રવારના રોજ પોતાના મકાનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

કામ ધંધો બંધ થઇ જતા કરી આત્મહત્યા

બીજો બનાવ લિંબાયત ખાતે આવેલ સંતોષીનગરમાં બન્યો છે. 47 વર્ષીય શ્રીનિવાસ લક્ષ્મીનારાયણ દાસારી સિલાઈ મશીનનું કામ કરતો હતો. એક અઠવાડિયાથી કામ ધંધો બંધ થઈ જતા આર્થિક મુશ્કેલીઓ પડતી હતી. જેથી શ્રીનિવાસ હતાશ થઈ ગત શુક્રવારના રોજ પોતાના મકાનમાં લોખંડના હુક સાથે કાપડની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. શ્રીનિવાસ મૂળ તેલંગાણાનો વતની છે.

ABOUT THE AUTHOR

...view details