ગુજરાત

gujarat

સુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ

સુરતના કતારગામ વિસ્તારમાં દિવાલ ધરાશાયી (Surat Wall Collapse)ની ઘટના બની હતી, જેમાં બે શ્રમિકો દબાઈ જતા ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યુ હતું.

By

Published : Mar 20, 2022, 3:23 PM IST

Published : Mar 20, 2022, 3:23 PM IST

સુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ
સુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડન જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન (Surat compound demolition) કરવામાં આવતું હતું. દરમિયાન લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી (Surat Wall Collapse) થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જેમાં બે મજૂરોને ફાયર (Surat fire department) દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું.

સુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ

મિલકત દારની ઘોર બેદરકારી: આ ઘટનામાં 40 જેટલી બાઈક અને બે ફોર વીલર ગાડી પણ દબાઈ ગઈ હતી. તપાસ બાદ પાલિકા તપાસ શરૂ કરી હતી. પાલિકાને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મિલકત દારની ઘોર બેદરકારી સામે આવી હતી. પાલિકાએ બિલ્ડિંગને પણ સીલ કરી છે. જેને લઇને પાલિકા દ્વારા મિલકતદાર ભાનુ ગોવિંદ ધાણાની સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: સુરતમાં કમ્પાઉન્ડનો સ્લેબ ધરાસય થતા બે લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દિવાલ ધરાશાયીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, કઈ રીતે એકાએક દીવાલ ધરાશાયી થાય છે અને બપોરે 12.44 વાગે દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થતા આખો રોડ ધૂળની ડમરીથી ભરાઇ ગયો હતો અને થોડા સમય સુધી આખુ વાતાવરણ સફેદ થઈ ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details