2.27 કરોડનું બેંક લોન કૌભાંડ : બેન્ક મેનેજરની સંડોવણી, CIDએ 5 આરોપીની કરી ધરપકડ
ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સુરત દ્વારા 2.27 કરોડના બેંક લોન કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ કૌભાંડ કોઈ બીજું નહીં પરંતુ બેંકના મેનેજરો દ્વારા આચરવામાં આવ્યું છે..આ ફરિયાદમાં ત્રણ બેંક મેનેજર સહિત મહિલાઓ સામેલ છે. કુલ 27 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સીઆઇડીએ પાંચ લોકોની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ક્વોટેશન લેટરના આધારે કરોડો રૂપિયાની લોન એકબીજાના મેળાપીપળાથી આપવામાં આવી હતી.
2.27 કરોડનું બેંક લોન કૌભાંડ : બેન્ક મેનેજરની સંડોવણી CIDએ પાંચ આરોપીઓની ધરપકડ કરી
સુરત : પ્રખ્યાત બેંક.ઓફ.બરોડામાં અલગ અલગ સ્કીમ અને ક્વોટેશન આપી લોન મેળવવામાં આવી હતી અને ત્યારબાદ આ લોનના હપતા નહીં ભરવા અંગે અનેક કેસો સામે આવ્યાં હતાં. આ મસમોટું કૌભાંડ હોવાનું જાણવા મળતાં આખરે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં કૌભાંડ 2.27 કરોડ રૂપિયાનું હોવાનું બહાર આવતાં સીઆઇડી ક્રાઇમે પૂર્વ 3 મેનેજર સહિત ૨૭ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી હતી.