ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીનાં મોત - સુરતમાં મ્યુકોરમાઈકોસિસ

સુરત શહેરમાં હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઈકોસિસ રોગથી નવી સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓનાં મોત થયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં એક પણ મોત ન નોંધાતા કુલ મોતનો આંકડો 10 થયો છે.

સુરત શહેરમાં કોરોના કહેર યથાવત્
સુરત શહેરમાં કોરોના કહેર યથાવત્

By

Published : May 19, 2021, 12:56 PM IST

  • સુરત શહેરમાં કોરોના કહેર યથાવત્
  • મ્યુકોરમાઈકોસિસ રોગથી નવી સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓનાં મોત
  • કુલ મોતનો આંકડો-10

સુરત:નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લામાં રહેતા 38 વર્ષના ચેતન અને વેલ્સમાં રહેતા 60 વર્ષીય લીલાબેનનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાં મોતનો આંકડો 10 થયો છે. સિવિલમાં કુલ 4 દર્દી સહિત 76 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે બે દર્દી ડોક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયા હતા.

મ્યુકોરમાઈકોસિસ રોગથી નવી સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓનાં મોત

આ પણ વાંચો: ડોદરામાં મ્યુકરમાઈકોસિસના વધુ 7 દર્દીઓ નોંધાયા, કુલ આંક 103 પર પહોંચ્યો, 5 દર્દીઓના મોત થયા

કુલ 30 દર્દી સારવાર લઇ રહ્યા

અત્યાર સુધી મ્યુકોરમાઈકોસિસ 27 સર્જરી સિવિલમાં કરવામાં આવી છે. જ્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દી મળીને કુલ 30 દર્દી સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચો:મોરબીમાં પોસ્ટ કોવિડ મ્યુકર માઈકોસીસના કેસ વધ્યા, એકપણ મૃત્યુ નહિ

કુલ 10 દર્દી મોતને ભેટ્યા

91 દર્દીઓએ અત્યાર સુધીમાં સારવાર લીધી છે, તો દર્દીની સર્જરી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 દર્દી મોતને ભેટ્યા છે. નવી સિવિલ અને સ્મીમેર એમ બન્ને હોસ્પિટલમાં 10 દર્દી મોતને ભેટ્યા છે.

ABOUT THE AUTHOR

...view details