સુરત: એક તરફ કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે સુરતમાં પણ તેનો અમલ કરવામાં આવી રહ્યો છે, જોકે આ સમયમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે, તેમ છતાં ચોરીની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સુરતમાં ચુસ્ત લૉકડાઉનના બંદોબસ્ત વચ્ચે 2 બાઈકની ચોરી, ઘટના CCTVમાં કેદ - lockdown in Surat
એક તરફ કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે સુરતમાં પણ તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે આ સમયમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે, તેમ છતાં ચોરીની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભૂમિપાર્ક સોસાયટીમાં બે મોટરસાયકલ ચોરી થવાની ઘટના બની હતી. રાત્રે બનેલી આ ઘટના અંગે જ્યારે લોકોને જાણ થઈ તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. ચોરી કેવી રીતે થઈ તે અંગે તપાસ કરવા માટે લોકોએ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં એક યુવક રાત્રીના સમયે સોસાયટીમાં પ્રવેશી બાઈકની ચોરી કરતાં નજરે પડ્યો હતો. એક પછી એક એમ બે બાઈકની ચોરી કરી યુવાન ભાગી ગયો હતો.
મહત્વની વાત એ છે કે, હાલના લોકડાઉનને કારણે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોલીસ સતત વાહનોનું ચેકીંગ પણ કરી રહી છે, જો કે તેમ છતાં ચોર બાઈક ચોરી કરી ક્યાં લઈ ગયો હશે તે સવાલ મહત્વનો છે.