ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 12 સામાન્ય પ્રવાહના 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, A1 ગ્રેડમાં સુરત બીજા ક્રમાંકે આવ્યું - કોલેજ એડમિશનમાં તકલીફ

રાજ્યમાં આજે સવારે 8 વાગ્યે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ (Commerce result of standard-12) જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી A1-ગ્રેડ મેળવનારું શહેર રાજકોટ બન્યું છે. જ્યારે સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. સુરતમાં આ વર્ષે 187 વિદ્યાર્થીઓ A1-ગ્રેડમાં પ્રથમ ક્રમે આવ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, A1 ગ્રેડમાં સુરત બીજા ક્રમાંકે આવ્યું
ધોરણ 12 સામાન્ય પ્રવાહના 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, A1 ગ્રેડમાં સુરત બીજા ક્રમાંકે આવ્યું

By

Published : Jul 31, 2021, 3:34 PM IST

  • સુરતમાં સામાન્ય પ્રવાહના (Commerce) 187 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
  • A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સુરત બીજા ક્રમાંકે
  • આશાદીપ સ્કૂલના 34 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

સુરતઃ રાજ્યમાં આજે સવારે 8 વાગ્યે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું (Commerce result of standard-12) પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી A1-ગ્રેડ મેળવનારું શહેર રાજકોટ બન્યું છે. જ્યારે સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. સુરતમાં આ વર્ષે 187 વિદ્યાર્થીઓ A1-ગ્રેડમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગયા વર્ષે સુરત શહેરના કુલ 189 જેટલા વિદ્યાર્થીઓએ A1-ગ્રેડ મેળવ્યો હતો. જોકે, આ વર્ષે શહેરમાં A2-ગ્રેડ મેળવનારા કુલ-2,172 જેટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે 6,380 જેટલા વિદ્યાર્થીઓએ B1માં સ્થાન મેળવ્યું છે. તો B-2માં કુલ 11,067 જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો-ધોરણ 12ના સમાન્યપ્રવાહનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ

આ વખતે માસ પ્રમોશનને લઈને કોલેજમાં એડમિશનમાં સમસ્યા આવી શકે

સુરત શહેરના સ્કૂલના પ્રિન્સીપાલે કહ્યું હતું કે, આજે જે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. સુરતમાં આ વખતે A1-ગ્રેડમાં કુલ 187 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે. શહેરમાં આશાદીપ સ્કૂલના 34 જેટલા વિદ્યાર્થીઓ A1-ગ્રેડમાં આવ્યા છે. જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે, પરંતુ એકંદરે પરિણામ બાબતે જોવા જઈએ તો સુરત આ વર્ષે પાછળ છે. પછી તે A1-ગ્રેડ હોય કે B1-ગ્રેડ હોય તેનું એક જ કારણ હોઈ શકે ઓનલાઈન શિક્ષણ ઑફલાઈન પરીક્ષા ફિઝિકલ સાથે લેવામાં આવશે. તો ખૂબ જ સારું પરિણામ આવ્યું હોત.

આ પણ વાંચો-ધોરણ 12 CBSEનું પરિણામ જાહેર, જો પરીક્ષા આપી હોત તો વધુ સારું પરિણામ આવતું - વિદ્યાર્થીઓ

2 વર્ષની મહેનત પછી વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે છે

બીજું કારણ એ છે કે, દર વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ-10ના પરિણામના આધારે ધોરણ-11- કોમર્સમાં પ્રવેશ મેળવતા હતા અને છેલ્લા બે વર્ષની મહેનત બાદ વિદ્યાર્થીઓ સારા પરિણામ લાવે છે, જે આ વર્ષે શક્ય બન્યું નથી. કારણકે પરિણામનો આધાર (Result Base) ધોરણ 10-11માં પરથી લેવામાં આવ્યો છે. એટલે થોડું ચિંતાજનક પરિણામ છે તેવું કહી શકાય છે. વિદ્યાર્થીઓની કોલેજ એડમિશનમાં (College Admission) સમસ્યાઓ આવી શકે છે. કારણકે ગત વર્ષે ગુજરાતમાં કુલ 76% પરિણામ હતું અને આ વર્ષે ગુજરાતમાં કુલ 100% પરિણામ આવ્યું છે. એટલેકે કુલ 24% વિદ્યાર્થીઓને એડમિશનમાં સમસ્યા આવી શકે છે.

ધાર્યા કરતા ઓછું પરિણામ આવ્યું હોવાનું લોકોમાં ચર્ચા
સુરતના A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી કે, જેમના 95.71 ટકા અને 99.99 બી.આર આવ્યા છે. તે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ધાર્યા કરતા કરતા ઘણું ઓછું પરિણામ આવ્યું છે, પરંતુ આ પરિણામને કારણે બીજા ઘણાને ફર્ક પડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details