- વિધાર્થિનીએ 101 ફૂટના સ્ક્રોલ પેઇન્ટિંગમાં રામ જન્મથી લઈ રાવણવધ સુધીની રામાયણને કંડારી
- જાનવી વેકરીયાએ પાંચ મહિનાની મહેનત બાદ અદભુત પેઈન્ટિંગ તૈયાર કરી
- રામાયણમાં આવતા 15 જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટિંગમાં સમાવ્યા
સુરત: જે ઉંમરમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ગેજેટનો પ્રયોગ કરે છે, તે ઉંમરમાં સુરતની 17 વર્ષીય જાનવી વેકરીયા ભગવાન રામના જીવન ચરિત્ર પર એક અનોખી સ્ક્રોલ પેઈન્ટિંગ તૈયાર કરી છે. જાનવીએ 101 ફૂટ લાંબા કેનવાસ પર ગુજરાતની પરંપરાગત કલા શૈલીમાં ચિત્ર સ્વરૂપે કંડારી છે. જાનવી જ્યારે ધોરણ 9માં હતી ત્યારે આ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. જ્યારે પણ તેને સમય મળતો હતો ત્યારે તે કેનવાસ પર ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને ચિત્રના માધ્યમથી વર્ણન કરતી હતી. તેની આ પેઈન્ટિંગ ધોરણ 12માં આવ્યા પછી પૂર્ણ થઈ છે. ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે તેને સમય મળ્યો તેના કારણે જ તે આ પેઈન્ટિંગ કરવાની તક મળી છે, આશરે પાંચ મહિના સુધીનો સમયગાળો આ ચાર વર્ષ દરમિયાન તેને મળ્યો જેમાં તેણે આ ભવ્ય પેઈન્ટિંગ તૈયાર કરી.
નેચર ડ્રાય સોલિડ કલરથી તૈયાર કરાયું પેઈન્ટિંગ
રામજન્મથી લઈને રાવણવધ સુધીના રામાયણમાં આવતા 15 જેટલા મુખ્ય પ્રસંગોને તેણે પેઇન્ટ કર્યા છે. જાનવીના આ પેઈન્ટિંગને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુકમાં સ્થાન મળ્યું છે. ગુરુકુળમાં જઈને અભ્યાસ, સ્વયંવર, સીતા હરણ, લંકા દહન સહિત રાવણ વધને અદભુત કલાકારીથી જાનવીએ કેનવાસમાં સમાવ્યા છે. તેને નાની નાની બાબતો અંગે ધ્યાન રાખ્યું છે. અયોધ્યા અને વનવાસમાં જંગલ કેવું દેખાતું હશે તેની પણ ખૂબ જ કાળજી લઈને ચિત્રકારી કરી છે. નેચર ડ્રાય સોલિડ કલરથી જ તેણે આ પેઈન્ટિંગ બનાવ્યું છે.
આ પણ વાંચો- કલમ 370 નાબૂદ: સુરતના દિવ્યાગે શાનદાર પેઈન્ટિંગ તૈયાર કરી, જૂઓ વીડિયો...