- આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
- વરસાદની આગાહી બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- 25 થી વધુ વાહનો વરસાદી પાણીમાં ડૂબ્યા
સુરત:આશરે 15 દિવસ બાદ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી જોવા મળી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી બાદ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં ખાતે આવેલ માર્કેટ થી લઇ ભૂલકા ભવન સ્કુલ સુધી વાહનો પાણીમાં ડૂબ્યા હતા.
કોરપોરેશની પોલ ખુલ્લી પડી
સુરતના 15 દિવસ બાદ મેઘરાજાની રી-એન્ટ્રીના કારણે ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી પોલ ખૂલી ગઈ છે. સુરત અડાજણ ગોરાટ રોડ પર વરસાદી પાણી ભરાતા બે-પાંચ કે દસ નહિ પરંતુ આશરે 25થી વધુ વાહનો પાણીમાં ડૂબ્યા હતા. સુરતમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.લિંબાયત, ઉધના ગરનાળા, લિંબાયત ગરનાળા, કતારગામ, અડાજણ, ડભોલી, પુણાગામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
આ પણ વાંચો : Surat Rain News - ઉમરપાડામાં મેઘરાજા મહેરબાન