- સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત
- બાળકોમાં ખાસ કરીને તાવ અને શરદી ખાસી વધારે જોવા મળે છે
- સુરત શહેરમાં 150થી 250 જેટલા બાળકો સામે આવી રહ્યા છે
સુરત:સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસો વચ્ચે બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી રહ્યી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશ કોરાટના 13 વર્ષના પુત્ર ધ્રુવ કોરોના સંક્રમિત થયો હતો. આ બાદ, તેને મજુરાગેટ ખાતે આવેલી સાચી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ, હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. કહી શકાય કે અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયુ છે. પિતા ભાવેશ કોરાટના કહેવા મુજબ રવિવાર સુધી તે સ્વસ્થ હતો. પરંતુ, બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટિવ આવ્યો હતો. તબિયત વધુ લથડતાં તેને મજુરાગેટ ખાતે આવેલ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ 5 કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો:સુરતમાં કોરોનાની ભયંકર સ્થિતીઃ વલસાડથી કચરાની ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટર !
નાના બાળકો કોરોનાથી સંક્રમિત થતા ચિંતાનો વિષય
બાળકો માટે કોરોનાનો નવો ટ્રેન્ડ વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે. ત્યારે, કોરોનાની ઝપેટમાં બાળકો આવી રહ્યા છે. સુરતમાં અત્યારે સુધી 150થી વધુ 10 વર્ષની અંદરના બાળકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ત્યારે, બીજી બાજુ 560 જેટલા એવા બાળકો પોઝિટિવ આવ્યા છે જેઓ શાળા ગયા હતા.