- સ્મીમેર હોસ્પિટલમાં બાળકો માટે 125 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા અને 50 ઓક્સિજન ખરીદવા કવાયત હાથ ધરાઇ
- સ્ટાફ દવાઓ, બેડ, વેન્ટિલેટર સહિતનું આયોજન થઈ રહ્યું છે
- પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે
સુરત: કોરોનાની બીજી લહેરમાં જે અવસ્થા સામે આવી હતી, તે ફરી ન થાય એ માટે તંત્ર સજ્જ છે. ખાસ કરીને સંભવિત ત્રીજી લહેર(Third Wave Of Corona) બાળકોને વધુ અસર કરે તેવી સંભાવનાઓ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. આ સંભાવનાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital ) માં બાળકો માટે 125 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા અને 50 ઓક્સિજન ખરીદવા કવાયત હાથ ધરાઇ છે. કોરોનાની સારવાર માટે 60 ઓક્સિજન બેડ મળી કુલ 125 બેડ માટે સ્ટાફ દવાઓ, બેડ, વેન્ટિલેટર સહિતનું આયોજન થઈ રહ્યું છે.
આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા
પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે
સુરતના આરોગ્ય અધિકારી ડો.આશિષ નાયકે (Dr. Ashish Naik)જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital )માં બાળકો માટે પીડીયાટ્રીક વોર્ડમાં નિયોનેટલ વેન્ટિલેટર સહિત તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. વોર્ડમાં દાખલ થનાર દર્દીઓ માટે 50 વેન્ટિલેટર ખરીદવામાં આવશે. એટલું જ નહીં પોઝિટિવ તાજા જન્મેલા બાળકની માતા માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવશે, 125 બેડ ઉપરાંત 30 મધર બનાવવામાં આવશે.