- મહિલા પોલીસ સ્ટેશનમાં 2020માં 219 જેટલા કેસ નોંધાયા છે
- સુરત શહેરમાં 233 જેટલા કેસ નોંધાયા
- સુરત મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માહિતી અપાઈ
સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડન લઈને 119 જેવા કેસ નોંધાયા
સુરતઃ આજના સમયે પણ દહેજને લઇને પરિણીતાને હેરાન-પરેશાન કરવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સુરત મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિતા.એચ.મોરેએ જણાવ્યું કે, મહિલા પોલીસ સ્ટેશનમાં 2020માં કુલ 219 જેટલા કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત સિટીના તમામ પોલીસ સ્ટેશનમાંથી કુલ 233 જેટલા કેસ નોંધાયા છે. આ તમામ કેસ હજુ સુધી કોર્ટમાં ચાલી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેમના દ્વારા બન્ને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમ છતાં કોઈ પ્રકારનું નિરાકરણ નહીં મળવા પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચોઃદહેજનાં કારણે બહેનનાં લગ્ન વારંવાર અટક્યા, 28 વર્ષથી સાઈકલ યાત્રા કરીને દહેજપ્રથા નાબૂદી અંગે જાગૃતિ પ્રસરાવે છે આ યુવાન
દહેજને લગતા કેસની સૌ પ્રથમ નિષ્પક્ષ તપાસ
આ અંગે સુરત મહિલા પોલીસ સ્ટેશનના PI અનિતા.એચ.મોર દ્વારા જણાવવામાં આવ્યું કે, તેમના પોલીસ સ્ટેશનમાં દહેજને લગતા કેસની સૌ પ્રથમ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે. કારણ કે, ઘણી વખત લોકો ખોટા કેસ પણ કરતા જોવા મળે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઘણી વખત પતી-પત્નિનું જીવન બરાબર ચાલતું હોય છે, પરંતુ પરિવારના સભ્યો દ્વારા હેરાનગતી કરવામાં આવે છે. આવા સમયે મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કરી આપે છે. ત્યાર બાદ કલમ 498 લગાવામાં આવે છે. જેમાં દહેજ, પતિ દ્વારા કે ઘરના સભ્યો દ્વારા હેરાન પરેશાન કરવા વગેરે સામેલ છે.
સુરત મહિલા પોલીસ સ્ટેશનમાં હાલ 35 કર્મચારી ફજ બજાવે છે
- 1-PI
- 3-PSI
- 1-ASI
- 6- હેડ કોન્સ્ટેબલ
- 1-PC
- 23- લોકરક્ષક