સુરત:સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) 11 દર્દીઓ કોરોના સંક્રમિત (Patients Infected With Corona In Surat) થતા. તે તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જોકે આ તમામ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આકસ્મિત ઘટનાઓમાં ઈજા પામેલા તરીકે સારવાર લઈ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા શહેરમાં વધતા જતા કેશને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓનું રેપીડ-RTPCR ચેકઅપ (Rapid-RTPCR checkup of patients) કરવામાં આવી રહ્યું છે.
છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓનું કોવિડ ચેકઅપ
છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓનું કોવિડ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમાંથી શહેરના પોલીસ સ્ટેશનમાંથી લાવવામાં આવેલ કુલ 60 જેટલા આરોપીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સારવાર લઇ રહેલા 79 દર્દીઓનો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. અને બાકીના 11 દર્દીઓ પોઝિટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
દર્દીઓનું સાવચેતીના ભાગરૂપે કોવિડ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે