- આવિષ્કાર અપાર્ટમેન્ટના 5 બાળકો સહિત કુલ 11 વ્યક્તિને કોરોના પોઝિટિવ
- 5 દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 3 એપાર્ટમેન્ટને સીલ કરાયા
- રાંદેર ઝોનમાં 4 કેસ પોઝિટિવ નોંધાયા, એક ઘરમાંથી 2-2 કેસ સામે આવ્યા
સુરત : શહેરમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ કોરોનાના કેસ(Surat corona update )માં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, સુરતના પિપલોદ વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive Cases )આવ્યા છે, આ એપાર્ટમેન્ટમાં અઠવાડિયામાં જ 11 કેસ પોઝિટિવ આવતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
કોરોના કેસ વધતા એપાર્ટમેન્ટ સીલ
આવિષ્કાર અપાર્ટમેન્ટના 11 કેસમાં 5 બાળકો સહિત 6 વ્યક્તિઓને કોરોના થયો છે. 18થી વધુ વયના 6 પૈકી 5 જણાએ બન્ને ડોઝ લઈ લીધા છે. અગાઉ સુરતના પાલ રોડ સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા. એપાર્ટમેન્ટના A વિભાગના 44 અને વિભાગના 44 મળી કુલ અહીં 88 ફ્લેટ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં રહેતા 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપીડ ટેસ્ટ કરવામાં હતા. કોરોનાના 5 કેસ મળતાં એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરન્ટાઇનમાં રહેવા સુચના આપી છે. 5 દિવસમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 3 એપાર્ટમેન્ટને કોરોના કેસ વધતા સીલ કરવામાં આવ્યા છે.