ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં લીસ્ટેડ બુટલેગર સહિત 11 લોકોની ધરપકડ - SURAT UPDATES

સુરતમાં PIના વિદાય સમારોહનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને PI એ.પી. સાલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો વાયરલ થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસના નાક નીચે ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં લીસ્ટેડ બુટલેગર સહિત 11 લોકોની ધરપકડ
સુરતમાં લીસ્ટેડ બુટલેગર સહિત 11 લોકોની ધરપકડ

By

Published : May 28, 2021, 2:26 PM IST

  • લીસ્ટેડ બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો સામે આવ્યો
  • વીડિયોમાં કફર્યુના સમયમાં જમણવાર યોજવામાં આવ્યો
  • બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી

સુરત: પાંડેસરા વિસ્તારમાં એક લીસ્ટેડ બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કફર્યુના સમયમાં જમણવાર યોજવામાં આવ્યો હતો. જેમાં નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. અને બુટલેગર સહીત 11 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

PI એ.પી. સાલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા

સુરતમાં PIના વિદાય સમારોહનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને PI એ.પી. સાલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે બુટલેગરને ત્યાં જમણવારનો વીડિયો વાયરલ થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસના નાક નીચે ડુંડી ગામમાં લિસ્ટેડ બૂટલેગર કાલુ ડુંડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી જમણવાર શરૂ રહેવાનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો:વડોદરાનો કુખ્યાત બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર, કોવિડ કેર સેન્ટરમાંથી નાસી છુટ્યો

લગ્ન પ્રસંગના જમણવારમાં નિયમના ધજાગરા ઉડ્યા

આ વીડિયોમાં કફર્યુના સમયમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને જમણવારમાં નિયમના ધજાગરા ઉડ્યા હતા. મોડી રાત સુધી ચાલતા લિસ્ટેડ બૂટલેગરના લગ્નની માહિતી પાંડેસરા પોલીસને મળતાં પોલીસે લગ્ન પ્રસંગમાં પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે 11 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. આયોજન કરનારા બુટલેગર કાળું ડુંડીની પોલીસે ધરપકડ કરી હતી. મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરના વિદાય સંભારમનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યાર બાદ પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અરવલ્લીમાં પોલીસે બે ફરાર બુટલેગરોને ઝડપ્યાં

આયોજક, બુટલેગર સહિત 11ની ધરપકડ

જેમાં ચંપક હીરાભાઈ પટેલ, વિવેક હિતેશભાઈ પટેલ, રાજ શાંતુભાઈ રાઠોડ, સંદીપ દિનેશભાઈ સોનવણ, નીરજ મનોજભાઈ પટેલ, કિરણ શીવાભાઈ રાઠોડ, જીગ્નેશ રમેશભાઈ રાઠોડ, ધર્મેશ ચંદુભાઈ રાઠોડ, દિલીપ ધીરુભાઈ પટેલ, જયેશ ભીખુભાઈ પટેલ, કાળુંભાઈ જયંતીભાઈ પટેલ [આયોજક, બુટલેગર] સહિત 11ની ધરપકડ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details