- સુરતમાં શરુ થઈ અનોખી બેંક
- ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક બનાવવામાં આવી
- ભારતીય જૈન સંગઠન સુરત દ્વારા શરુ થઈ બેંક
સુરત: કોરોના ફેઝ 2માં સૌથી વધુ અછત ઑક્સિજનની થઈ છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ ફરી ન થાય અને હાલના દર્દીઓને ઓક્સિજન મળી રહે. આ માટે ભારતીય જૈન સંગઠના સુરતની સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. સંગઠન દ્વારા 101 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ખરીદી કરવામાં આવી છે અને આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક બનાવવામાં આવ્યો છે. આ બેંકમાંથી માત્ર સુરત જ નહીં, સુરતની બહાર પણ રહેતા લોકોને ઓક્સિજનની જરૂરિયાત હોય તો તેમને નિશુલ્ક આ સુવિધા મળી રહેશે. સાથે જ રાજસ્થાનમાં પણ જરૂરિયાતમંદોને આ સેવા મળી રહે આ માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ધંધુકાને 5 ઓક્સિજન કોનસંટ્રેટરનું દાન
કોન્સન્ટ્રેટર બાળકો માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે
ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક સાથે ઓક્સિજન મોબાઈલ વાનની સેવા પણ આજથી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, હોમ આઇસોલેશન દર્દીઓ ડોક્ટર સાથે સારવાર અંગે માહિતી મેળવી શકે આ માટે ડોકટર ઓન કૉલ સેવા પણ શરૂ કરાઈ છે. શુભારંભ સમારોહમાં ઉદઘાટક તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે આવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર બાળકો માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે.