20 વર્ષ પૂર્વે પાકિસ્તાનના સિંધ પ્રાંતના સખર જિલ્લાના બાગડજી ગામથી ભારત આવેલો અછરા સિંધી પરિવાર ભારત આવ્યો હતો. આ અછરા પરિવારમાં 7 મહિલાઓ અને 3 પુરુષ સભ્યો છે. જેમણે ભારત સરકાર પાસે ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે. વર્ષ 2000થી સુરતમાં રહેતા લોકોએ 2007માં મેન્યુલ માટે અપ્લાય કરવામાં આવ્યું હતું, પરંતુ 2012માં તેમની અરજીને નકારી દેવામાં આવી હતી. આઝાદીના સમયે અછરા પરિવારના કેટલાક સભ્યો ભારત તો કેટલા પાકિસ્તાનમાં વસ્યા હતા. ભારતમાં રહેતા પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે, પાકિસ્તાનમાં રહેતા પરિવારના સભ્યો ભારત આવી તેમની સાથે રહે. તે બદલ આ પરિવાર વર્ષ 2000માં ભારત આવ્યો હતો.
Exclusive: સુરતમાં 20 વર્ષથી નગરિકતા માટે રાહ જોતા પરિવારને CAAથી મળ્યું આશાનું નવું કિરણ - CAAથી મળ્યું આશા
સુરત: પાકિસ્તાનના સિંધ પ્રાંતના સખર જિલ્લાના બાગડજી ગામથી ભારત આવેલો સિંધી પરિવાર છેલ્લા 20 વર્ષથી સુરતમાં વસવાટ કરે છે. અછરા પરિવારના 10 સભ્યો છેલ્લા 20 વર્ષથી ભારતીય નાગરિકતાથી વંચિત છે. તેમણે પોતાની હૈયાવરણ ઈટીવી ભારતને જણાવી હતી...
![Exclusive: સુરતમાં 20 વર્ષથી નગરિકતા માટે રાહ જોતા પરિવારને CAAથી મળ્યું આશાનું નવું કિરણ family waiting for citizenship since 20 years in sura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5478584-thumbnail-3x2-hhh.jpg)
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સિંધી પરિવાર સાથે થયેલા અત્યાચાર બાદ તેઓ છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે. 20 વર્ષ જેટલો લાંબો સમય સુરતમાં રહ્યા બાદ પણ હજુ સુધી તેમને ભારતની નાગરિકતા મળી નથી. CAA થકી નાગરિકતા મળશે તેવી આશા પરિવારને જાગી છે. આ સાથે પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, નાગરિકતા મેળવવા માટેની આખી પ્રક્રિયા ખુબ જ જટિલ હતી, આથી તેઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ભારતીય નાગરિકતા ન હોવાને કારણે તેમની પાસે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ, નથી જેથી તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે CAAનો કાયદો આવ્યા બાદ હવે આશાનું એક કિરણ દેખાઈ રહ્યું છે.