- દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ આજે સુરતની મુલાકાતે હતા
- રાજેન્દ્ર પાલે દાવો કર્યો છે કે વર્ષ 2025માં ભારત ભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે
- ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થવાના એંધાણ
સુરત: દિલ્હી સરકારના પાણી પુરવઠા પ્રધાને દાવો કર્યો છે કે તેઓ વર્ષ 2025માં એક જ દિવસમાં 10 હજાર લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવાશે. દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ આજે સુરતની મુલાકાતે હતા. તેઓ સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે.
2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે!
દેશભરમાં અત્યારે ધર્મ પરિવર્તનને લઇ ઘણી જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે દિલ્હીના પાણી પુરવઠા મંત્રી અને આપના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે વર્ષ 2025માં દેશના 10 કરોડ લોકોને બોદ્ધ ધર્મની દીક્ષા અપાવવાનો દાવો કર્યો છે. દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ સુરતની મુલાકાતે હતા. સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે 1 ઓકટોબર વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે.