- આજથી સુરતમાં પણ શિક્ષણ કાર્યનો પ્રારંભ
- લોકડાઉન બાદ આજથી ધોરણ 10 અને 12ના ક્લાસ શરૂ
- કોરોના ગાઈડલાઈનનું પાલન કરી વિદ્યાર્થીઓને અપાશે શાળામાં પ્રવેશ
સુરતમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ કોરોના કાળમાં પ્રથમ વખત શાળાએ પહોંચ્યા - શાળા શરૂ
કોરોના કાળના લોકડાઉન બાદ પ્રથમ વખત આજે ધોરણ 10 અને 12ના કલાસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ આજે વહેલી સવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ કોરોના કાળમાં પ્રથમ વખત પોતાની શાળાએ પહોંચ્યા હતા.

સુરતઃ કોરોના કાળના લોકડાઉન બાદ પ્રથમ વખત આજે ધોરણ 10 અને 12ના કલાસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ આજે વહેલી સવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ કોરોના કાળમાં પ્રથમ વખત પોતાની શાળાએ પહોંચ્યા હતા. પુસ્તકો, બેગ સાથે માસ્ક અને સેનીટાઇઝર લઈને વિદ્યાર્થીઓ શાળા પહોંચ્યા હતા. શાળાની શિક્ષિકાઓ વિદ્યાર્થીઓનું થર્મલ ચેકિંગ સાથે હેન્ડ સેનિટાઈઝર કરાવ્યું હતું, બાળકો પણ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરતા જોવા મળ્યા હતાં. જોકે આજે શાળામાં કોવિડના કારણે પાખી હાજરી જોવા મળી હતી, માત્ર 30 ટકા જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા.
તમામ ગાઈડલાઈનનું પાલન કરીશું
આજે બોર્ડના વિદ્યાર્થીઓ 10 મહિના બાદ શાળા પહોંચ્યા હતા અને સિલેબસમાં આવતા લેસન કરતાં એક મહત્વપૂર્ણ લેસન તેઓએ આજે પ્રથમ દિવસે શીખવાડવામાં આવ્યું હતું કે સોશ્યલ ડિસ્ટનસિંગ અને કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું જોઈએ. આ ખાસ સૂચનાઓ શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ને ક્લાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજથી શાળાઓ શરૂ થઈ છે. ત્યારે તમામ તકેદારીના ભાગ રૂપે બાળકો શાળામાં પ્રવેશ કરે અને કોવિડ ગાઇડલાઇનનું પાલન થઈ શકે તે માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે. સુરતના પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દિપીકાબેને જણાવ્યું હતું કે, વાલીઓએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમે તમામ ગાઈડલાઈનનું પાલન કરીશું. આ સાથે બાળકો ઓનલાઇન ભણતરમાં જે પણ અસમંજસ હતા તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. તેમજ રોજ કોરોના ગાઇડલાઇન પ્રમાણે બાળકોને શાળામાં પ્રવેશ આપી શકાશે.