- આરોપીઓ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રકમાં ચોરખાનું બનાવી કરી રહ્યા હતા ગાંજાની ફેરાફેરી
- પોલીસે ટ્રક, ગાંજાનો જથ્થો, મોબાઈલ વગેરે મળી કુલ 1,12,13,000 હજારની મત્તા કબજે કરી
- સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું
સુરત: સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign) શરુ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં સુરત પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ગાંજો, દારૂ, અફીણ, MD ડ્રગ્સ સહીતના નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ હવે સુરત પોલીસે મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે 2ની ધરપકડ કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કડોદરા વેડછા પાટિયા નજીકથી એક ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોરખાનાં બનાવેલા હતા અને તેની અંદર ગાંજાનો જથ્થો (Drug Seized In Surat) છુપાવવામાં આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક કબજે લઇ નાનપુરા સ્થિત ખલીફા સ્ટ્રીટમાં રહેતા 24 વર્ષીય મોહમદ ફઈમ મોહમદ રફીક શેખ અને નાનપુરા ખ્વાજાદાનાં દરગાહ પાસે રહેતા 45 વર્ષીય મોહમદ યુસુફ ગોસ મોહમ્મદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1009.290 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાના જથ્થાની કિંમત 1 કરોડ 92 હજાર રૂપિયા થાય છે. જેથી પોલીસે ટ્રક, 4 મોબાઈલ અને ગાંજાનો જથ્થો મળી કુલ 1 કરોડ, 12 લાખ 13 હજારની મત્તા કબજે કરી હતી.
આ પણ વાંચો: ભિલાડ RTO ચેક પોસ્ટ પરથી એલર્ટ ચેકીંગમાં 6 લાખનો ગાંજો ઝડપાયો