ગુજરાત

gujarat

ETV Bharat / city

દાદરા નગર હવેલી લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ, આ વખતે ભાજપ-શિવસેના વચ્ચે હશે ખરાખરીનો જંગ - લોકસભા ચૂંટણી

સેલવાસ (Selvas) સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Union Territory Dadra Nagar Haveli)માં આગામી 30મી ઓક્ટોબરે સંસદીય પેટા ચૂંટણી (Parliamentary by-elections) છે. આ વખતે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, શિવસેના અને BTPના મળીને 4 ઉમેવારો ચૂંટણી જંગમાં છે, જેમાં ભાજપ અને શિવસેના (BJP vs Shiv Sena) વચ્ચે મજબૂત ટક્કર થવાની સંભાવના છે.

દાદરા નગર હવેલી લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ
દાદરા નગર હવેલી લોકસભાની ચૂંટણીનો ઇતિહાસ

By

Published : Oct 21, 2021, 6:30 PM IST

  • 1980થી 2019 સુધીમાં 11 ચૂંટણી યોજાઈ
  • મોહન ડેલકરે 9 માંથી 7 ચૂંટણીમાં જીત મેળવેલી
  • ભાજપ-શિવસેનાના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Union Territory Dadra Nagar Haveli)માં આગામી 30મી ઓક્ટોબરે સંસદીય પેટા ચૂંટણી (Parliamentary by-elections) છે. આ વખતે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ, શિવસેના અને BTPના મળીને 4 ઉમેવારો ચૂંટણી જંગમાં છે, જેમાંથી ભાજપ-શિવસેના (BJP vs Shiv Sena)ના ઉમેદવાર વચ્ચે સીધી ફાઈટ છે. દાદરા નગર હવેલીમાં કુલ 72 ગામ આવેલા છે. 20 ગ્રામ પંચાયત છે. સેલવાસ (Selvas) એક માત્ર શહેરી વિસ્તાર છે. 2,58,838 મતદારો છે. ત્યારે, દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli)માં યોજાયેલા વર્ષ 1980થી 2019 સુધીના મતદાનની વાત કરીએ તો દર વખતે ચૂંટણીના પરિણામોમાં ફેરબદલ થતો રહ્યો છે. આવો જ ઉતાર-ચઢાવ વાળો માહોલ આ પેટા ચૂંટણીમાં જોવા મળશે તેવું રાજકીય પંડિતો માને છે.

ભાજપ અને શિવસેના વચ્ચે સીધો મુકાબલો

ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP એમ 4 પક્ષ મેદાનમાં

સેલવાસ: આ વખતની દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી મોહનભાઈના નિધન બાદ ખાલી પડેલી બેઠકને ભરવા યોજાઈ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP એમ 4 પક્ષ મેદાનમાં છે, જેમાંથી ભાજપ અને શિવસેના વચ્ચે સીધો મુકાબલો છે. વર્ષ 2021ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મહેશ ગાંવિત, શિવસેના તરફથી કલાબેન ડેલકર, કોંગ્રેસ તરફથી મહેશ ધોડી અને BTP તરફથી ગણેશ ભુજોડા આ ચૂંટણી લડી રહ્યા છે.

બીજી ટર્મમાં નટુભાઈ પટેલ પર 4 ક્રિમિનલ કેસ

વર્ષ 2004માં દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીમાં ખેડૂત, રાજકારણી, સામાજિક આગેવાન એવા ડેલકર મોહનભાઇ સંજીભાઈ BNP (ભારતીય નવશક્તિ પાર્ટી) તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તે વખતે તેમની કુલ સંપત્તિ 2,86,19,160 રૂપિયા હતી. BA સુધીનો અભ્યાસ કરનાર મોહન ડેલકર પર કોઈ ક્રમિનલ કેસ નહોતા. વર્ષ 2009, 2014માં ભાજપના નટુભાઈ વિજય બન્યા હતા. વર્ષ 2009માં પટેલ નટુભાઈ ગોમનભાઈ ભાજપ તરફથી આ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. વ્યવસાયે બિલ્ડર એવા નટુભાઈની તે વખતે કુલ સંપત્તિ 8,34,94,860 રૂપિયા હતી. 3 ક્રિમિનલ કેસ ધરાવનારા નટુભાઈએ આ ચૂંટણીમાં 6,68,644 રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો હતો. 2014માં ફરી પટેલ નટુભાઈ ગોમનભાઈ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તે વખતે તેમની કુલ સંપત્તિ 15,47,60,217 રૂપિયા હતી. ચૂંટણીમાં તેમણે 43,64,301 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બીજી ટર્મમાં નટુભાઈ પટેલ પર 4 ક્રિમિનલ કેસ હતા.

વર્ષ 2019માં મોહનભાઇ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા

વર્ષ 2019માં ડેલકર મોહનભાઇ સંજીભાઈ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. કોઈ જ ક્રિમિનલ કેસ નહીં ધરાવતા મોહનભાઈએ આ ચૂંટણી માં 29,62,330 રૂપિયાનો ચૂંટણી ખર્ચ કર્યો હતો, જ્યારે તેમની કુલ સંપત્તિ 70,88,85,980 રૂપિયા હતી.

2004માં 69.04 ટકા મતદાન થયું હતું

દાદરા નગર હવેલીમાં છેલ્લી 4 ચૂંટણીના મતદારોની સંખ્યા પર નજર નાંખીએ તો, વર્ષ 2004માં 65,059 પુરુષો, 57,622 સ્ત્રીઓ મળી કુલ 12,2681 મતદારો હતા. 2004માં 69.04 ટકા મતદાન થયું હતું. 13 ઉમેવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. 8 ઉમેદવારો વચ્ચે સીધી ફાઈટ હતી. 128 પૉલિંગ બૂથ હતા. એક બૃથ પર સરેરાશ 958 મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા હતી. આ ચૂંટણીમાં કુલ 84,703 મતદારોએ મતદાન કર્યું હતું.

2009માં મતદાનની ટકાવારી 73.23 ટકા

2009માં 81,061 પુરુષ મતદારો અને 69,643 સ્ત્રી મતદારો મળીને કુલ 1,50,704 મતદારો હતા. 2009માં યોજાયેલા મતદાનમાં 1,10,363 મતદારોએ મતદાન કર્યું હતું, મતદાનની ટકાવારી 73.23 ટકા હતી. 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતાં. જેમાંથી 3 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો. 940 મતદારો દીઠ એક પૉલિંગ બૂથ એવા કુલ 160 પૉલિંગ બૂથ હતા.

2014ની ચૂંટણીમાં ઐતિહાસિક મતદાન થયું હતું

2014માં 1,06,203 પુરુષ મતદારો હતા. 77,494 સ્ત્રી મતદારો મળી કુલ 1,96,597 મતદારો હતા. 2014ની ચૂંટણીમાં 84.09 ટકાનું ઐતિહાસિક મતદાન થયું હતું. 819 મતદારો દીઠ એક એવા 240 મતદાન કેન્દ્ર હતા. 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાં 9 ઉમેદવારો વચ્ચે સીધી ફાઈટ હતી. 1,65,324 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 2962 મત નોટામાં પડ્યા હતા.

2019માં મતદારોની સંખ્યા 2,50,029 હતી

2019માં 10મી માર્ચે યોજાયેલી દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીમાં 79.58 ટકા મતદાન

2019માં કુલ મતદારોની સંખ્યા 2,50,029 હતી, જેમાથી 1,32,397 પુરુષો, 1,17,629 સ્ત્રી મતદારો હતા. 2019ની લોકસભા સીટ માટે 1,96,033 મતદારોએ મતદાન કર્યું હતું. 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 9 ઉમેદવારો વચ્ચે સીધી ફાઈટ હતી. આ ચૂંટણીમાં 2950 મત નોટામાં પડ્યા હતા. ભાજપના ઉમેદવારની 8.19 ટકાના માર્જીનથી હાર થઇ હતી. 2019માં 10મી માર્ચે યોજાયેલી દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીમાં 79.58 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં અપક્ષ ઉમેદવાર મોહનભાઇ ડેલકરને 49.72 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપના પટેલ નટુભાઈને 41.53 ટકા મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારની 8.19 ટકાના માર્જીનથી હાર થઇ હતી.

2014માં 3.83 ટકાના માર્જીનથી મોહન ડેલકરની હાર

વર્ષ 2014માં 84.09 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના પટેલ નટુભાઈને 49.77 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ડેલકર મોહનભાઇ સંજીભાઈને 45.94 ટકા મત મળતા 3.83 જેવા નજીવા માર્જીનથી મોહન ડેલકરની હાર થઈ હતી. માત્ર 0.56 ટકાની સરસાઈથી કોંગ્રેસ આ ચૂંટણી હાર્યું હતું. 2009માં 71.23 ટકા મતદાન થયું હતું. પટેલ નટુભાઈ ગોમનભાઈ ભાજપ તરફથી વિજેતા જાહેર થયા હતા. તેમને 46.43 ટકા મત મળ્યા હતા. જ્યારે ડેલકર મોહનભાઇ સંજીભાઈને 45.87 ટકા મત મળ્યા હતા અને માત્ર 0.56 ટકાની સરસાઈથી ફરી કોંગ્રેસ આ ચૂંટણી હારી હતી.

15.22 ટકા મતથી મોહનભાઇ આ ચૂંટણી જીત્યા હતા

2004માં મોહનભાઈ ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. 2004ની ચૂંટણીમાં 69.04 ટકા મતદાન નોંધાયું હતું જેમાં 40.93 ટકા મત મેળવી મોહન ડેલકર વિજેતા બન્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી સીતારામ ગવળી નામના ઉમેદવારને 25.70 ટકા મતો મળ્યા હતા. 15.22 ટકા મતથી મોહનભાઇ આ ચૂંટણી જીત્યા હતા.

1999માં ભાજપના ઉમેદવારને માત્ર 20.83 ટકા મત મળ્યા હતા

1999માં 74.72 ટકા મતદાન નોંધાયું હતું. આ ચુંટણી જંગમાં અપક્ષ ઉમેદવાર તરીકે મોહનભાઈ ડેલકરે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. અને 41.52 ટકા મત મેળવી વિજેતા જાહેર થયા હતા. જ્યારે તેમની સામે ભાજપ તરફથી ઉમેદવારી કરનાર ભુરકુડ દિલીપભાઈ નવજીભાઈને માત્ર 20.83 ટકા મત મળ્યા હતા. 20.69 ટકાના માર્જિનથી મોહનભાઇએ જીત મેળવી હતી. શિવસેનાના ઉમેદવારને 41.71 ટકા મત મળ્યા હતા. 1998માં 77.43 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં મોહનભાઇ ડેલકર ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમને 55.73 ટકા મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ઊભા રહેલા શિવસેનાના પટેલ ઉત્તમભાઈ વજીર ભાઈને 41.71 ટકા મત મળ્યા હતા. 12.02 ટકા મતના માર્જિનથી મોહન ડેલકરે વિજય મેળવ્યો હતો.

કોંગ્રેસે 13.2 ટકાના માર્જિનથી વિજય મેળવ્યો

1996માં 76.95 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી મોહનભાઈ ડેલકર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં મોહનભાઈને 55.62 ટકા મત મળ્યા હતા. જેની સામે ભાજપ તરફથી ચૂંટણી લડનાર ગવળી સીતારામ જીવ્યાભાઈને 42.42 ટકા મત મળતા 13.2 ટકા મતના માર્જિનથી મોહનભાઇ ડેલકરે વિજય મેળવ્યો હતો. 1991 ફરી એકવાર કોંગ્રેસમાંથી જ મોહનભાઈ ડેલકર ચૂંટણી મેદાનમાં હતા. આ ચૂંટણીમાં મોહનભાઈને 61.74 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપ તરફથી ઊભા રહેલા રીટાબેન અમૃતભાઈ પટેલને 35.39 ટકા મત મળ્યા હતા. 26.35 ટકાના માર્જિનથી મોહનભાઇએ વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં 63.64 ટકા મતદાન નોંધાયું હતું.

અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા

1989માં 68.87 ટકા મતદાન થયું હતું. મોહનભાઈ ડેલકર આ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તેમને 59.25% મત મળ્યા હતા. ત્યારે કોંગ્રેસ તરફથી ઊભા રહેલા સીતારામ ગવળીને 28.61 ટકા મત મળ્યા હતા. 14.6 ટકાના માર્જિનથી મોહનભાઈએ કોંગ્રેસના ઉમેદવારને હાર આપી હતી.

અપક્ષ ઉમેદવાર ગવળી સીતારામ જીવ્યાભાઇ વિજેતા બન્યા હતા

1984માં 69.76 ટકા મતદાન થયું હતું. આ મત ગણતરીમાં અપક્ષ ઉમેદવાર ગવળી સીતારામ જીવ્યાભાઇ વિજેતા બન્યા હતા. તેમને 56.4 ટકા મત મળ્યા હતા. જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી માહલા રામજીભાઈ પોતિયા ભાઈ ઉભા રહ્યા હતા. અને તેમને 40.31 ટકા મત મળ્યા હતા 14.02 ટકાના માર્જિનથી સીતારામ ગવળી વિજેતા બન્યા હતાં.

43.60 ટકાના માર્જિનથી ચૂંટણી JNP હારી

1980માં માહલા રામજીભાઈ પોતીયાભાઈ INC તરફથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. જેની સામે JNPમાંથી ગોંડ દેવજી રાજુ આ ચૂંટણી લડ્યા હતાં. જેમાં રામજી માહલાને 61.89 ટકા મત મળ્યા હતા તો, JNPના દેવજી ગોંડને માત્ર 18.29 ટકા મત મળ્યા હતા. 43.60 ટકાના માર્જિનથી આ ચૂંટણી JNP હારી ગઈ હતી.

2019માં શિવસેનાને 2.01 ટકા મત મળ્યા હતા

દાદરા નગર હવેલીમાં યોજાયેલી છેલ્લી 4 ટર્મની ચૂંટણીઓમાં દરેક પક્ષને મળેલા મતની ટકાવારી જોઈએ તો 2019માં કોંગ્રેસને 4.33 ટકા મત મળ્યા હતા. ભાજપને 41.5 ટકા, અપક્ષ ઉમેદવારને 53.25 ટકા, શિવસેનાને 2.01 ટકા, BSPને 0.48 ટકા અન્ય 3 પક્ષ NSBHPને 0.58%, BMUPને 0.8 ટકા BTPને 0.42 ટકા મત મળ્યા હતા. 2014માં કોંગ્રેસના ઉમેદવારને 45.94 ટકા મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 49.77%, અપક્ષ ઉમેદવારને 1.72%, NCP NCPને 0.99 ટકા મત મળ્યા હતા. 2009માં કોંગ્રેસને 45.87 ટકા, ભાજપને 46.43 ટકા, અપક્ષ ઉમેદવારને 6.44 ટકા, BSPને 1.25 ટકા મત મળ્યા હતા. 2004માં કોંગ્રેસને 25.70 ટકા મત મળ્યા હતા. ભાજપને 15.56 ટકા મત મળ્યા હતા. શિવસેનાને 5.69 ટકા મત મળ્યા હતા. BNPને 40.93 ટકા મત મળ્યા હતા, જ્યારે અન્યને 10.94 ટકા મત મળ્યા હતા.

1999 કોંગ્રેસને 14.74 ટકા મત

વર્ષ 1999માં યોજાયેલી 4 ટર્મની ચૂંટણીમાં ભાજપને 20.83 ટકા મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવારને 44.92 ટકા મત મળ્યા હતા. શિવસેનાને 19.51 ટકા મત મળ્યા હતા. તો કોંગ્રેસને 14.74 ટકા મત મળ્યા હતા. વર્ષ 1998માં કોંગ્રેસને 4.13 ટકા મત મળ્યા હતા. ભાજપને 53.73 ટકા મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવારોને 0.43 ટકા, શિવસેનાને 41.71 ટકા મત મળ્યા હતા. 1996માં કોંગ્રેસને 55.62 ટકા મત મળ્યા હતા. ભાજપને 42.42 ટકા મત મળ્યા હતા. અપક્ષને 1.5 ટકા મત મળ્યા હતા. જ્યારે અન્યને 0.61 ટકા મત મળ્યા હતા. 1991માં કોંગ્રેસને 61.74 ટકા, ભાજપને 35.39%, BSP ને 1.81 ટકા અન્યને 0.17 ટકા મત મળ્યા હતા. 1989માં કોંગ્રેસને 28.61 ટકા મત મળ્યા હતા.BSP ને 1.36 ટકા મત મળ્યા હતા. CPMને 10.78 ટકા મત મળ્યા હતા. 1984માં કોંગ્રેસને 40.31 ટકા મત મળ્યા હતા. JNP ને 3.65 ટકા મત મળ્યા હતાં. 1980માં કોંગ્રેસને 61.89 ટકા, INC(U) 5.72 ટકા, JNPને 18.29 ટકા મત મળ્યા હતા.

1998માં મોહનભાઇ ભાજપના ઉમેદવાર હતા

જો કે દાદરા નગર હવેલીની લોકસભા ચૂંટણીના ઇતિહાસની વાત કરીએ તો 1980થી 2019 સુધીમાં કુલ 11 લોકસભા ચૂંટણી યોજાઈ જેમાં વર્ષ 1980, 1991, 1996ની ચૂંટણી કોંગ્રેસ જીત્યું હતું. 2 વખત મોહન ડેલકર કોંગ્રેસ તરફથી આ ચૂંટણી લડ્યા હતા. ભાજપ વર્ષ 2009, 2014 અને 1998 એમ 3 ચૂંટણી જીત્યું હતું જેમાં 2 વખત નટુભાઈ તો એક વખત 1998માં મોહનભાઇ ભાજપના ઉમેદવાર હતા.

7 વખત જીત મેળવી હતી

2004માં મોહનભાઈ પોતાના અલગ પક્ષ BNPમાંથી ઉભા રહ્યા અને વિજયી થયા હતા. જ્યારે 1989, 1999 અને 2019 મોહનભાઇ ડેલકર અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1984માં સીતારામ ગવળી અપક્ષ ઉમેદવાર તરીકે આ ચૂંટણી જીત્યા હતા. મોહનભાઇ ડેલકર દાદરા નગર હવેલીમાં 9 વખત ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 7 વખત જીત મેળવી હતી.

ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP એમ 4 પક્ષ મેદાનમાં

આ વખતની દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી મોહનભાઈના નિધન બાદ ખાલી પડેલી બેઠકને ભરવા યોજાઈ રહી છે. જેમાં 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP એમ 4 પક્ષ મેદાનમાં છે. જેમાંથી ભાજપ અને શિવસેના વચ્ચે સીધો મુકાબલો છે. વર્ષ 2021ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મહેશ ગાંવિત, શિવસેના તરફથી કલાબેન ડેલકર, કોંગ્રેસ તરફથી મહેશ ધોડી અને BTP તરફથી ગણેશ ભુજોડા આ ચૂંટણી લડી રહ્યા છે.

સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર માટે પતિના ન્યાયની ચૂંટણી છે

શિવસેનામાંથી ઉભા રહેલા સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર માટે પતિના ન્યાયની ચૂંટણી

2021ની દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાની ચૂંટણી છે. જ્યારે શિવસેનામાંથી ઉભા રહેલા સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર માટે પતિના ન્યાયની ચૂંટણી છે. ડેલકર પરિવારનું અહીંના આદિવાસી મતદારોમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. હાલમાં અહીંના મતદારોનો જુવાળ પણ ડેલકર પરિવાર તરફ છે. જેને ભાજપ તરફી કરવા ભાજપ સ્ટાર પ્રચારકોને લાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. ડેલકર પરિવારને સાથ આપતા શિવસેનાએ ટિકિટ આપી છે અને તે પણ આ ચૂંટણી જીતવાના મૂડમાં છે. ગ્રામીણ મતદારોને આ માટે નિર્ણાયક માનવામાં આવે છે.

હાર-જીત નજીવા માર્જિનથી હશે

ઉલ્લેખનીય છે કે 1980થી 2019 સુધીની 11 લોકસભા ચૂંટણીના મતદાનમાં કુલ થયેલા મતદાનની ટકાવારી અને વિજયી થયેલા ઉમેદવારની ટકાવારી પર નજર કરીએ તો અહીં પક્ષ કરતા વ્યક્તિનું મહત્વ વધુ રહ્યું છે. મોહન ડેલકર જ્યારે અપક્ષ, ભાજપ, કોંગ્રેસ, BNPમાંથી ચૂંટણી લડ્યા ત્યારે તેની જીત 26.35 ટકાથી 8.19 ટકાના સરેરાશ માર્જિનથી થઈ છે. જ્યારે તેમની હાર 0.56 થી 3.83 ટકા જેવા નજીવા માર્જિનથી થઈ છે. એટલે આ જોતા દાદરા નગર હવેલીના 1,36,529 પુરુષો, 1,22,409 સ્ત્રી મતદારો મળી કુલ 2,58,838 મતદારો માટે ઉભા કરેલા 333 મતદાન બુથ પર 30 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી અને 2જી નવેમ્બરે જાહેર થનારા પરિણામમાં શિવસેનાને ડેલકર પરિવારનો સાથ ફળશે તો તે જીત નજીવા માર્જિનથી હશે અને ભાજપ જીતશે તો તેને પણ જીત નજીવા માર્જીનથી મળશે તેવી ધારણા રાજકીય પંડિતોની છે.

આ પણ વાંચો: C.R. Patil એ શિવસેના પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

આ પણ વાંચો: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને ટીકીટ આપવામાં મુંજાયુ

ABOUT THE AUTHOR

...view details