ગુજરાત

gujarat

ETV Bharat / city

સેલવાસમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપથી વંચિત વિદ્યાર્થીઓએ કર્યા ધરણા - વિરોધ પ્રદર્શન

સેલવાસમાં પ્રદેશ બહાર ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંઘપ્રદેશ શિક્ષણ વિભાગ દ્વારા સ્કોલરશીપથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે 100 જેટલા વિદ્યાર્થીઓએ સેલવાસ કલેકટરને રજુઆત કરી હાથમાં બેનર સાથે ભૂખ હડતાલ અને મૌન ધરણા પ્રદર્શન કરતા વહીવટીતંત્ર દોડતું થયું હતું.

દાદરા નગર હવેલી
દાદરા નગર હવેલી

By

Published : Jan 18, 2021, 6:45 PM IST

  • સ્કોલરશીપ નહીં મળતા હડતાલ
  • અનેક રજૂઆત બાદ પણ સ્કોલરશીપથી વંચિત
  • હાથમાં બેનર પકડી ધરણા પ્રદર્શન

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રહેતા અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રદેશ બહાર સ્કોલરશીપ પર અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને સંઘપ્રદેશ શિક્ષણ વિભાગ દ્વારા સ્કોલરશીપ આપવાથી વંચિત રાખ્યા હોય સોમવારે વિદ્યાર્થીઓએ સેલવાસ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ભૂખ હડતાલ સાથે ધરણા પર બેસી જતા શિક્ષણ વિભાગમાં હડકપ મચ્યો હતો.

વિદ્યાર્થીઓએ સરકારી કચેરી બહાર હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું

આ અંગે મળતી વિગતો મુજબ દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોને પ્રદેશ બહાર ઉચ્ચ અભ્યાસક્રમ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. નર્સિંગ, PTC, એન્જીનીયરીંગ અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી સ્કોલરશીપ આપ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓને સ્કોલશીપ નહીં મળતા શિક્ષણ ફી ભરી શક્યા નથી. આ અંગે અનેકવારની રજૂઆત બાદ પણ સ્કોલરશીપ નહીં મળતા સોમવારે વિદ્યાર્થીઓએ સેલવાસમાં કલેક્ટરને તેમજ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં યોગ્ય પ્રત્યુતર નહીં મળતા વિદ્યાર્થીઓએ સરકારી કચેરી બહાર હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓએ સરકારી કચેરી બહાર હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું

વહીવટીતંત્ર દોડતું થયું

વિદ્યાર્થીઓએ સ્કોલશીપ આપો, અમે અશિક્ષિત રહેવા નથી માંગતા, શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર દૂર કરો જેવા સુત્રો સાથે બેનર બતાવી ભૂખ હડતાલ સાથે શાંતિ પૂર્ણ માહોલમાં મૌન ધરણા પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ હડતાળને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. જોકે, આ અંગે વહીવટીતંત્ર કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details