- પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ
- પ્રફુલ પટેલ સામેનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો
- લોકોએ પ્રશાસક પ્રફુલ પટેલનું પૂતળું બાળ્યું
- યુવાનોએ દેશદાઝના નારા લગાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો
સેલવાસ: સેલવાસમાં સ્થાનિક લોકો પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળાને આગ ચાંપી સૂત્રોચાર કર્યો હતો. પ્રફુલ પટેલના પૂતળાને બાળતા રોકવાનો પ્રયાસ પોલીસે કરતા સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ દેશદાઝના નારા લગાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં હવે પ્રદેશના લોકોની ધીરજ ખૂટી રહી છે. સ્થાનિક લોકો હવે પ્રશાસક પ્રફુલ પટેલના પૂતળા દહનની સાથે પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી રહ્યા છે.
આ પણ વાંચોઃ સેલવાસમાં મોહન ડેલકર આત્મહત્યા કેસમાં ન્યાયની માગણી સાથે પંચાયત સભ્યોની રેલી
પોલીસે પ્રફુલ પટેલના પૂતળાને લઈ જવાનો પ્રયાસ કર્યો
મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ એકઠા થઇ પ્રફુલ પટેલ સહિત જે 9 લોકોના નામ FIRમાં લખવામાં આવ્યા છે તેમના પૂતળાનું દહન કર્યું હતું. પોલીસે પ્રફુલ પટેલના પૂતળાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ પોલીસ સામે વિરોધ કરી પૂતળાને આગ ચાંપી હતી.