ગુજરાત

gujarat

ETV Bharat / city

દાદરા નગર હવેલીમાં વીજળી પડતા એકનું મોત, બે ઘાયલ - dadara nagar haveli rain news

સેલવાસઃ દાદરા નગર હવેલીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો હતો. જેથી ભારે પવન સાથે વિજળી પડતા એક વ્યક્તિનું મોત અને 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

sudden lightning of Dadra Nagar Haveli

By

Published : Oct 19, 2019, 3:48 AM IST

આ બાઈક સવારો ખાનવેલ માર્ગ પર દપાડા વડપાડા નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ બાઈકમાં ત્રણ યુવક જમસુ ખંજોડિયા, મનોજ કુરકુટીયા અને દીનાનાથ પ્રજાપતિ સવાર હતા. આ યુવાનો ભારે વરસાદ અને વીજળીના કડાકા થતાં હોવાથી ઝાડ નીચે ઊભા રહ્યા હતા, ત્યારે અચાનક ઝાડ પર વીજળી પડતા ત્રણેય યુવાન ઢળી પડ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.

દાદરા નગર હવેલીના અચાનક વીજળી પડતા એકનું મોત, બે ઘાયલ

આ સમયે ત્યાંથી પસાર થતા આરોગ્ય વિભાગમાં ટી.બી. ઓફિસર તરીકે ફરજ બજાવતા અજીતસિંહ રાઠોડે તરત જ પોતાનું વાહન અટકાવી તાત્કાલિક 108ને ફોન કર્યો હતો.108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય યુવાનની તપાસ કરતા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હતા અને એક યુવકનું મોત થયું હતું. જેથી બે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડાયા હતા. સાથે જ મૃતક દીનાનાથ પ્રજાપતિને ખાનવેલ સબ જિલ્લા હોસ્પીટલમાં પોસમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details