સેલવાસ: સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં કુલ 300 જેટલી આંગણવાડીઓને નવું રૂપ અપાયું છે. બાળકો આંગણવાડીમાં ઉત્સાહભેર આવે અને શિક્ષણનું પહેલું પગથિયું નિઃસંકોચ બની રમતરમતા ચડે, તે માટે પ્રશાસને તેને અનેક સુવિધાથી સજ્જ કરી છે. આ માટે પ્રશાસન સાથે વિવિધ ઉદ્યોગકારોએ પોતાના CSR ફંડની ફાળવણી કરી છે. આવા જ 26 નંદઘર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યા છે.
રિલાયન્સ કોર્પોરેટ સર્વિસ હેઠળ બનાવેલા આ તમામ નંદઘરમાં બાળકોને રમવા માટે સામાન્ય રામકડાથી માંડીને એજ્યુકેશનલ ટોય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આંગણવાડીમાં બાળકો માટે એર કંડીશનર, સ્માર્ટ ટીવી, પીવા માટે ROનું પાણી સહિત રમવા માટે ગાર્ડન અને હિંચકા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.