- બુલેટ ટ્રેનનું કાર્ય પ્રગતિમાં
- 5 જેટલા પિલર તૈયાર થઈ ગયા
- જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું
સેલવાસ: મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 25 પિલર તૈયાર થઈ ગયા હોવાનું અને જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી ગુજરાતમાં કાર્ય પ્રગતિમાં હોવાનું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સેલવાસમાં યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્રમાં આકાર પામનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
દર મહિને 50 પિલર તૈયાર થશે
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આગામી નવેમ્બરથી દર મહિને 50 પિલર ઉભા કરવામાં આવશે. ગુજરાત સરકાર સાથે મહારાષ્ટ્ર સરકાર માટે પણ આ પ્રોજેકટ મહત્વનો પ્રોજેકટ છે. રાષ્ટ્રના આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકાર પણ સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ રેલવે પ્રધાને કરી હતી.