- દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણી
- 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે
- અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારના નામ જાહેર કરવામાં પડકાર
સેલવાસ :સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા સોમવારે ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે પહોંચ્યાં હતા. વૈષ્ણવે દાદરા નગર હવેલીમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં ચૂંટણીમાં ટિકિટની ઈચ્છા ધરાવનાર ઉમેદવારોને સાંભળ્યા હતા. તેમજ કોર કમિટીમાં ગુપ્ત ચર્ચા કરી હતી. જો કે સવારથી સાંજ સુધી કાર્યકરો સાથે બેઠકનો દૌર ચલ્યા બાદ પણ ટીકીટ આપવા મામલે કોઇ નિર્ણય લેવાયો નહોતો.
દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી
લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં દરેક પક્ષોએ 8મી ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરાવવું ફરજીયાત છે. જે અંગે ક્યાં ઉમેદવારને ટીકીટ આપવી તેની ચર્ચા કરવા અને કાર્યકરોને સાંભળી ઉમેદવારનું નામ જાહેર કરવા ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સોમવારે દાદરા નગર હવેલી આવ્યા હતાં. જ્યાં ભાજપની કોર કમિટી સાથે અને તે બાદ કાર્યકરો સાથે બેઠક યોજી મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ઉમેદવારનું નામ જાહેર કરવા તે ફરી પાછા આવશે.
જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાને
દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપના સહપ્રભારી એવા ગુજરાતના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા, નવસારીના ધારાસભ્ય પિયુષ પટેલ સાથે આવેલા અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી પક્ષ માટે મહત્વની ચૂંટણી છે. જેને જીતવા તેઓ તૈયાર છે. કાર્યકરોમાં જોશ છે. જનતાનો વિશ્વાસ જીતવા ભાજપ મેદાનમાં ઉતર્યું છે. અને જીત મેળવીને રહેશે.
જન સુવિધા જેવા મુદ્દાઓ પર ચૂંટણી