ગુજરાત

gujarat

ETV Bharat / city

Gutka-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત - ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

સેલવાસમાં પોલીસે 16 લાખ રૂપિયાનો ગુટકા-તમાકુનો જથ્થો જપ્ત (Gutka-tobacco seized in Silvassa) કર્યો છે. પોલીસે 570 દુકાનોમાંથી 1507 કિલો જેટલો ગુટકા તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી માટે પોલીસે 56 ટીમો બનાવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટકા-તમાકુના વેંચાણ પર પ્રતિબંધ છે.

Gutkha-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત
Gutkha-tobacco seized in Silvassa: સેલવાસમાં ગુટકા-તમાકુ વેચનારાઓ પર તવાઈ, 16 લાખ રૂપિયાનો જથ્થો પોલીસે કર્યો જપ્ત

By

Published : Feb 16, 2022, 8:52 PM IST

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસપોલીસે (Silvassa police team) 56 જેટલી ટીમ બનાવી વિવિધ વિસ્તારોમા સર્ચ ઓપરેશન (Search Operation In Silvassa) હાથ ધર્યું હતું, જેમાં 570 દુકાનોમાં તપાસ કરી અંદાજિત 16 લાખની કિંમતનો 1,507 કિલો જેટલો ગુટકા-તંબાકૂનો જથ્થો જપ્ત (Gutka-tobacco seized in Silvassa) કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અંદાજિત 16 લાખની કિંમતનો 1,507 કિલો જેટલો ગુટકા-તંબાકૂનો જથ્થો જપ્ત.

પ્રતિબંધ છતાં ગુટકા-તમાકુનું વેચાણ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુટકા-તમાકુના વેચાણ પર પ્રતિબંધ (Ban on sale of gutka-tobacco) છે. તેમ છતાં કેટલાક વેપારીઓ મોટાપાયે ગુટકા-તમાકુ વેચતા હોવાથી સેલવાસ પોલીસે 56 ટીમ બનાવી 570 દુકાનોમાંથી 1507 કિલો ગુટકા અને પાન મસાલાનો 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:દાદરા નગર હવેલીમાં 18 એકરમાં 50 કરોડના ખર્ચે નિર્માણ થનારી નેતાજી સુભાષચંદ્ર બોઝ લશ્કરી એકેડેમીનો અપાયો વર્ક ઓર્ડર

56 ટીમનું 570 દુકાનોમાં સર્ચ ઓપરેશન

પોલીસની 56 જેટલી ટીમ બનાવી અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જિલ્લા પોલીસવડા (District Police Head of Dadra Nagar Haveli) હરેશ્વર સ્વામીના આદેશ અનુસાર સેલવાસ પોલીસે અલગ અલગ વિસ્તારોમા પોલીસની 56 જેટલી ટીમ બનાવી અનોખું અભિયાન હાથ ધર્યું હતું. પાનના ગલ્લાઓ અને ગુટકા-તમાકુ વેચતા વેપારીઓને ત્યાં, અનાજ-કરિયાણાની દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આ કાર્યવાહીમાં તમાકુની બનાવટની ગુટકા, સિગરેટ તેમજ મસાલા સહિતની વિવિધ વસ્તુઓ ઝડપી પાડી જપ્ત કરી હતી.

આ પણ વાંચો:સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી

1507 કિલો જથ્થો જપ્ત

પોલીસની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

સેલવાસ પોલીસે અંદાજિત 570 દુકાનોમાંથી 1507 કિલો ગુટકા અને પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજીત કિંમત 16લાખ રૂપિયા જેટલી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જપ્ત તમામ માલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs)ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસે તમાકુ-ગુટકા-સિગારેટનો જથ્થો જપ્ત કરવા સાથે દાદરા નગર હવેલીમાં તમાકુયુક્ત વસ્તુઓ ન વેચવા દુકાનદારોને સૂચના આપી હતી. સંઘ પ્રદેશ વિસ્તારને તમાકુના ઉત્પાદન મુક્ત બનાવવાના અભિયાનમાં સહયોગ આપવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details