- સેલવાસમાં શિવસેનાની જાહેર સભા
- આદિત્ય ઠાકરેએ જાહેર સભાને સંબોધન કર્યું
- ડેલકર પરિવાર આ ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
સેલવાસ :- સેલવાસમાં આદિવાસી ભવન ખાતે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરના પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભાને મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને શિવસેનાના આદિત્ય ઠાકરે, ( Aditya Thackeray ) સંજય રાઉત, અનિલ દેસાઈ તેમજ ડેલકર પરિવારના અભિનવ ડેલકર, સ્વર્ગીય મોહનભાઇના પત્ની અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સંબોધી હતી. તમામે આ ચૂંટણીમાં શિવસેના જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સેલવાસના આદિવાસી ભવન ખાતે દાદરા નગર હવેલીની લોકસભા પેટાચૂંટણીનો ( DNH By-Election ) પ્રચાર કરવા આવેલા શિવસેનાના આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) જાહેર સભાને સંબોધી હતી. આદિત્ય ઠાકરેએ જાહેર સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી શિવસેના જીતશે તેવો વિશ્વાસ છે. આ લડાઈ ન્યાયની લડાઈ છે. જેમાં શિવસેના પરિવાર-ડેલકર પરિવાર આ લડાઈ જીતશે.
શિવસેનાને અન્યાય સામે ન્યાય માટે લડનારી પાર્ટી માનવામાં આવે છે
આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) વધુમાં જણાવ્યું હતું કે, આ પેટાચૂંટણી ( DNH By-Election ) પહેલા સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરને તેની 7 ટર્મમાં જે પ્યાર મળ્યો છે. તેમણે જે કામ કર્યા છે. તેવો જ પ્યાર આ ચૂંટણીમાં જોવા મળ્યો છે. અમે આ પ્રદેશમાં તાનાશાહી ખતમ કરીશું. શિવસેનાને અન્યાય સામે ન્યાય માટે લડનારી પાર્ટી માનવામાં આવે છે. અને તેને આગળ લઈને જશું.