- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે કરી હતી આત્મહત્યા
- સ્યૂસાઇડ નોટમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ
- આદિવાસી સાંસદોએ કરી માગ
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. ત્યારે શુક્રવારે તેના 12માં પછીનો પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ, બારડોલીના આદિવાસી સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ મનસુખ વસાવાએ અને પ્રભુ વસાવાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોહન ડેલકર બાહોશ આદિવાસી નેતા હતા. તેમણે આ પગલું ભરવું પડ્યું એ દુઃખદ બાબત છે. તેમને ન્યાય મળવો જોઈએ. આ અંગે પાર્લામેન્ટમાં પણ તમામ સાંસદો રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું