- લોકસભા પેટા ચૂંટણીમાં યુવા મતદારોમાં ઉત્સાહ
- 11 વાગ્યા સુધીમાં 23.44 ટકા મતદાન નોંધાયું
- યુવાનોએ અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી
- તમામ મથકો પર કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન
દાદરા નગર હવેલી: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણી (dadra nagar haveli by election) માં ઝંપલાવનાર ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને BTP ના ઉમેદવાર માટે શનિવારે વહેલી સવારથી મતદાન (voting) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સંઘપ્રદેશમાં યોજાઈ રહેલા મતદાનમાં આ વખતે ભાજપના મહેશ ગાંવિત, શિવસેનાના કલા ડેલકર, કોંગ્રેસનાં મહેશ ધોડી અને BTP ના ગણેશ ભુજોડા મેદાનમાં છે. દાદરા નગર હવેલીમાં કુલ 2,58,838 મતદારો છે. પ્રશાસને 333 મતદાન બુથ ઉભા કર્યા છે. જેમાં 9 સંવેદનશીલ મતદાન મથક છે.
સવારે 7 વાગ્યા થી સાંજ ના 7 વાગ્યા સુધી મતદાન થશે
મતદાન મથક પર અન્ય મતદારો સાથે વહેલી સવારથી જ યુવા મતદારો પણ મતદાન માટે પહોંચ્યા હતાં અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયેલા મતદાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાવર્ગ ભાગ લેતા જોવા મળ્યા હતા. આ મતદાનમાં વડીલ મતદારો સાથે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોમાં પણ ઉત્સાહ વાર્તાય રહ્યો છે. ચૂંટણી કમિશ્નરના આદેશ મુજબ મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રહેશે. જેમાં વહેલી સવારથી 11 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 23.44 ટકા નોંધાઇ હતી.
મતદારોએ ઉત્સાહ સાથે કર્યુ મતદાન
પેટા ચૂંટણીના મતદાન માટે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતાં. ત્યારે મતદાન કરી મતદારોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતાં. મતદારોએ જણાવ્યું હતું કે, મતદાન કરીને ખુબ જ સારું લાગ્યું છે. દરેક નાગરિકનો આ અધિકાર છે. દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. મતદાનથી સારા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ. મતદાનથી દૂર ભાગવું જોઈએ નહીં. તો, મતદાનની પ્રક્રિયા ખુબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હોવાનું જણાવી અહીં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેને મતદારોએ વખાણી હતી. મતદાન કરી ખુબ જ ખુશી અનુભવતા મતદારોએ આ પેટા ચૂંટણીમાં નવા ઉમેદવારને પસંદ કરવાનો ઉત્સાહ બતાવ્યો હતો. તમામ બુથ પર સુંદર વ્યવસ્થા ઉભી કરી હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Shivsena અને Congress લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCB એ યોગ્ય તપાસ કરવી જોઈએ: Rupala