- સેલવાસમાં દારૂની દુકાને કોરોના ટેસ્ટ
- દારૂ માટે લાંબી કતારો લાગતા લીધો નિર્ણય
- કોરોના સંક્રમણ ઘટાડવા અનોખી પહેલ
સેલવાસ:કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન હંમેશા પોતાની મરજી મુજબ નિતનવા આદેશ બહાર પાડવા માટે વગોવાયેલું છે. ત્યારે હાલના કોરોનાકાળમાં પ્રશાસને વધુ એક નિયમ લાવતા શહેરીજનોમાં પ્રશંસાને પાત્ર બન્યું છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં શરાબ શોખીનો વાઇનશોપ પર શરાબ ખરીદવા આવતા હતાં. જેનાથી કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત હતી. જે ધ્યાને આવ્યા બાદ સેલવાસ નગરપાલિકાએ અને પ્રશાસને દરેક વાઇનશોપ પર કોરોના ટેસ્ટ કેમ્પ લગાવી જે પણ વ્યક્તિ શરાબ લેવા આવે છે. તેનો કોરોના રેપીડ ટેસ્ટ-એન્ટીજન ટેસ્ટ ફરજિયાત કર્યો છે.
વાઇનશોપ પર કોરોના ટેસ્ટ
દાદરા નગર હવેલીમાં વધતા કોરોના કેસમાં પ્રશાસનનું કડક વલણ સામે આવ્યું છે. દાદરા નગર હવેલીમાં કોરોના કહેર વચ્ચે પણ શરાબ શોખીનો શરાબ માટે વાઇનશોપ બહાર લાંબી કતારો લગાવી રહ્યા છે. જે ધ્યાને આવ્યા બાદ હવે વાઇનશોપ પર શરાબ લેવા આવનાર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજ માત્ર 20 લોકોના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ