આલોક પબ્લિક સ્કૂલમાં યોજાયેલા ખેલ દિવસ નિમિત્તે શાળાના જુનિયર KGથી લઈ ધોરણ 12સુધીના દરેક બાળકોએ ખેલ દિવસમા ભાગ લઇ વિવિધ રમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, યોગા, સંગીત, ડાન્સ પ્રસ્તૃત કર્યા હતા. શાળા ભણતર સાથે રમતગમતને પણ મહત્વ આપી રહી છે. રમવાથી બાળકોના શરીરમા એક નવી ઉર્જાનો સંચાર થાય છે. આ કાર્યક્રમમાં વાલીઓ માટે પણ વિવિધ રમતોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સેલવાસમાં સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત વાર્ષિક ખેલ દિવસની ઉજવણી - દીપ પ્રાગટ્ય
સેલવાસ: સંઘપ્રદેશ સેલવાસની આલોક પબ્લિક સ્કુલમા સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત વાર્ષિક ખેલ દિવસ ઉજવવામા આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ શિક્ષણ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પારિતોષ શુક્લાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામા આવ્યો હતો.
સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત વાર્ષિક ખેલ દિવસની ઉજવણી
વાલીઓ અને શિક્ષકો વચ્ચેની સ્પર્ધા રસપ્રદ રહી હતી. વાલીઓ દ્વારા ફૂડ ફેરનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમના અંતમા વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
શિક્ષણ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પારિતોષ શુક્લા, શાળાના આચાર્ય શર્મિષ્ઠા સેન, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતા.