- મૃતદેહના ટુકડા ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દીધા
- વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે માસૂમ બાળકીની કરી હત્યા
- બાળકીની હત્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી
મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા
સંઘપ્રદેશ:દાદરા નગર હવેલીના એક ગામમાં સોસાયટીમાં રમતી એક બાળકી સાંજે ઘરે પરત નહિ ફરતા તેમના માતાપિતાએ બાળકીની તપાસ હાથ ધરી હતી. જેમાં બાળકીને સોસાયટીમાં જ રહેતો અપરણિત શખ્સ લઈ ગયો હોવાની જાણ થતાં તેમની શોધખોળ હાથ ધરવા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક 40 ફ્લેટમાં ચકાસણી હાથ ધરતા એક ફ્લેટના ટોઈલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે માસૂમ બાળકીની કરી હત્યા 4 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી
પોલીસની તપાસમાં બિલ્ડીંગના ટોયલેટની પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતા તેને ઉતારી અંદર ચકાસણી કરતા ગુમ બાળકીના મૃતદેહના ટુકડા અંદરથી મળી આવ્યા હતા. પોલીસે રૂમની અંદર જોતા ઠેર-ઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું. જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બાળકીની હત્યા બાદ પિતાએ પણ આત્મહત્યા કરી આ પણ વાંચો:દીકરી હવે ઘરમાં પણ નથી સુરક્ષિત, હવસખોર બાપે આચર્યું દુષ્કર્મ
બાળકીની હત્યા કરી મૃતદેહના ટુકડા થેલામાં ભર્યા હતાં
પોલીસે 109 નંબરના ફ્લેટમાં રહેતા યુવકની કડકાઇથી પૂછપરછ કરતા તપાસમાં યુવકે બાળકીની હત્યા કર્યા બાદ મૃતદેહને થેલામાં ભરી સગેવગે કરવા પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીના મૃતદેહને થેલામાં ભરી ડોકયાર્ડમાં ફેંકવાનો પ્રયાસ કરતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ જોઈ લીધો હતો.
4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા પકડાયેલ શખ્સે પહેલા પણ આવા કૃત્યો કર્યા છે
સોસાયટીના લોકોએ આક્ષેપો કર્યા હતા કે પકડાયેલ શખ્સે અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરવાથી મેથીપાક ખાઈ ચૂક્યો છે. તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉંચકી લઇ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતા મોત થઇ ગયા બાદ મૃતદેહના ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
લીસે રૂમની અંદર જોતા ઠેર-ઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું આ પણ વાંચો:અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ
ઘટનાથી વ્યથિત પિતાનો ફિનાઈલ પી આત્મહત્યા
માસૂમ બાળકી સાથે હેવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાખતા પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ પિતાએ પણ દમ તોડી દીધો હતો.
લીસે રૂમની અંદર જોતા ઠેર-ઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું લોકોમાં આક્રોશ નરાધમને અમને સોંપી દો અમે ન્યાય કરીશું
ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવી જીદ કરી હતી. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કરી હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવ્યો હોત તો આજે માસૂમ બાળકી તેનો ભોગ બનતા બચી ગઈ હોત.
લીસે રૂમની અંદર જોતા ઠેર-ઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું આ પણ વાંચો:રાજકોટ: પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે