ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના અપડેટ: વલસાડમાં 960, દમણમાં 998 અને સેલવાસમાં 1103 કુલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - corona update of valsad

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લામાં રવિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં સેલવાસમાં 21, દમણમાં 7 અને વલસાડમાં 5 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વલસાડમાં વધુ 2 દર્દીના મોત થયા છે.

કોરોના અપડેટ
કોરોના અપડેટ

By

Published : Aug 30, 2020, 9:42 PM IST

વાપી : વલસાડ જિલ્લામાં રવિવારે 2 દર્દીઓના મોત સાથે નવા 5 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 5 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વલસાડમાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 960 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી હાલ 84 સારવાર હેઠળ છે. આ સાથે કુલ 770 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 106 દર્દીઓ મોતને ભેટ્યા છે.

વલસાડ કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 960
  • કુલ ડિસ્ચાર્જ - 770
  • કુલ સક્રિય કેસ - 84
  • કુલ મોત - 106

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રવિવારે વધુ 21 દર્દીઓ કોરોના પોઝિટિવ આવતા કુલ સંખ્યા 1103 પર પહોંચી છે. જેમાંથી હાલ 175 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે રવિવારે વધું 20 દર્દીઓ સ્વસ્થ થવા સાથે કુલ 928 દર્દીઓ સાજા થયા છે.

દાદરા નગર હવેલી કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ -1103
  • કુલ ડિસ્ચાર્જ - 928
  • કુલ સક્રિય કેસ - 175

દમણમાં નવા 7 દર્દીઓ સાથે કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 998 પર પહોંચી છે. રવિવારે વધુ 19 દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે કુલ 931 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ માત્ર 67 દર્દીઓ જ સારવાર હેઠળ છે.

દમણ કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ -998
  • કુલ ડિસ્ચાર્જ - 931
  • કુલ સક્રિય કેસ - 67

ABOUT THE AUTHOR

...view details